AnandToday
AnandToday
Thursday, 27 Apr 2023 18:30 pm
AnandToday

AnandToday

ખેડા જિલ્લા મજદૂર સંઘ દ્વારા કામદારોના વિવિધ પ્રશ્ને કલેકટરને આવેદનપત્ર અપાયું

કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા સહિત કામદારોને સુરક્ષા આપવા માંગ કરાઇ

નડિયાદ, 

ખેડા જિલ્લા મજદૂર સંઘ સહિત વિવિધ મજદૂર સંઘ દ્વારા કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા સહિત કર્મચારીઓના શોષણ સામે રક્ષણ આપવા સહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવવા વડાપ્રધાનને સંબોધન કરતું  આવેદનપત્ર કલેકટરને અપાયું હતું.

ખેડા જિલ્લા મજદૂર સંધના મહામંત્રી લોમેશ બારોટ એ આપેલ આવેદન પત્રમાં જણાવ્યું છે કે ભારતીય મજદૂર સંઘ દ્વારા ત્રિવાર્ષીક અખિલ ભારતીય અધિવેશન પટણા બિહારમાં યોજાયું હતું. આ અધિવેશનમાં કર્મચારીઓને થતા અન્યાય સામે રક્ષણ આપવા ચાર ઠરાવ પસાર કર્યા હતા. જેમાં દરેકને સામાજિક સુરક્ષા પૂરી પાડવી, કોન્ટ્રાક્ટ પ્રથા સદંતર બંધ કરવા, કોન્ટ્રાક્ટ શ્રમ અધિનિયમ ૧૯૭૦ માં યોગ્ય સુધારા કરવા, આર્થિક વિકાસ માટે શ્રમ નીતિ ઘડવા તેમજ લઘુત્તમ વેતન દરની જગ્યાએ જીવનલક્ષી વેતન દરનો અમલ કરવા સહિત ઠરાવ કરવામાં આવ્યા હતા. આ અધિવેશનમાં થયેલા ઠરાવ મુજબ કામદારોને લાભ આપવા માંગણી કરતું વડાપ્રધાનને સંબોધન કરતું આવેદનપત્ર કલેકટર, નડિયાદને આપવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે ખેડા જિલ્લા સંગઠિત મજદૂર સંઘ, આંગણવાડી કર્મચારી સંઘના કર્મચારીઓએ રેલી યોજી આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.