AnandToday
AnandToday
Monday, 24 Apr 2023 18:30 pm
AnandToday

AnandToday

ચારૂસેટ સંલગ્ન અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફિઝીયોથેરાપી (ARIP) દ્વારા પેઈન્ટીંગ આર્ટ એક્ઝિબિશન

ચાંગા
 ચાંગાસ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારૂસેટ યુનિવર્સિટી) સંલગ્ન અશોક અને રીટા પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફિઝિયોથેરાપી  (ARIP) વિમેન ડેવલપમેન્ટ સેલ (WDC) દ્વારા તાજેતરમાં પેઈન્ટીંગ આર્ટ એક્ઝિબિશન — સ્ટ્રોંગ ઈઝ બ્યુટીફુલ યોજાયું હતું.   “સ્ટ્રોંગ ઈઝ બ્યુટીફુલ” થીમ પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓએ ભાગ લીધો હતો. 
ARIP ના પ્રિન્સિપાલ ડો. એમ. બાલાગણપતિના માર્ગદર્શન હેઠળ આયોજિત આ પેઈન્ટીંગ આર્ટ એક્ઝિબિશનનો હેતુ વિદ્યાર્થીઓની સર્જનાત્મક અભિવ્યક્તિ, કલાત્મક કૌશલ્યને અને મજબૂત મહિલા તરીકે તેમનામાં રહેલી અવેરનેસ બહાર લાવવાનો, વિદ્યાર્થીઓની વિચાર પ્રક્રિયાને આગળ ધપાવવાનો અને તેમને જાતીય અસમાનતા જેવા સળગતા મુદ્દાઓ પ્રત્યે જાગૃત કરવાનો હતો.  
આ સ્પર્ધામાં ભાગ લેનારાઓને પેઇન્ટિંગ શીટ્સ આપવામાં આવી હતી, અને તેમની અનુકૂળતા મુજબ તેઓના ઘરે પેઇન્ટિંગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ત્યાર બાદ તેઓએ પેઇન્ટિંગસ સબમિટ કર્યા હતા. આ પછી આ બધા પેઇન્ટિંગસનું કલા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 32 વિદ્યાર્થીઓએ અને 6 ફેકલ્ટીએ ભાગ લીધો હતો. સ્પર્ધાના વિજેતાઓમાં પ્રથમ સ્થાને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. મેઘા ચાવડા (PT) અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. પ્રિયંકા સિંઘ (PT) હતા. દ્વિતીય સ્થાને ભાગ્યશ્રી પટેલ (5મા સેમેસ્ટર BPT) અને તૃતીય સ્થાને  કંચન ગુપ્તા (4થા સેમેસ્ટર MPT) નો સમાવેશ થતો હતો. 
આ કાર્યક્રમના કો-ઓર્ડિનેટર તરીકે ડૉ. એલ. સુરબાલા દેવી (WDC સંયોજક - ARIP) વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે કનિકા ગુપ્તા, 7મા સેમેસ્ટરની વિદ્યાર્થીની, WDC વિદ્યાર્થી પ્રતિનિધિઓએ ફરજ બજાવી હતી.  સ્પર્ધાના જજ તરીકે  ડૉ. અદિતિ બુચ (એસોસિયેટ પ્રોફેસર, PDPIAS) અને વિપિન વાગેરીયા (આસિસ્ટન્ટ પ્રોફેસર, MTIN) સેવા આપી હતી જેઓને મોમેન્ટોથી સન્માનીત કરવામાં આવ્યા હતા. સ્પર્ધાના નિર્ણાયકોએ વિવિધ માપદંડો થીમ અને મૌલિકતા, સર્જનાત્મકતા અને સુઘડતા સાથે સુસંગતતા, ઓવરઓલ પ્રેઝન્ટેશન, વિઝ્યુયલ એસ્થેટિક્સ વગેરેના આધારે નિર્ણયો કર્યા હતા.   
ઉલ્લેખનીય છે કે આ પ્રકારની સ્પર્ધાઓ માત્ર સર્જનાત્મકતા જ નહીં, પણ અવલોકનલક્ષી કૌશલ્ય, વિચારોનો પ્રતિભાવ, અવેરનેસ અને વૈશ્વિક મુદ્દાઓ પ્રત્યેની વિદ્યાર્થીઓની રૂચિમાં વધારો કરે છે.