વિશ્વના મહાન બેટ્સમેન પૈકીના એક અને ભારત રત્નથી સન્માનિત ક્રિકેટ ખેલાડી સચિન તેંડુલકરનો જન્મ 24 એપ્રિલ 1973માં મુંબઇ ખાતે થયો હતો. સચિને 1989માં પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેની ટેસ્ટ ડેબ્યૂના એક મહિના પછી તેણે વનડેમાં પણ ડેબ્યૂ કર્યું હતું. સચિને 2006માં તેની કારકિર્દીમાં દક્ષિણ આફ્રિકા સામે એકમાત્ર આંતરરાષ્ટ્રીય ટી 20 મેચ રમી હતી. આ મહાન બેટ્સમેને 2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો, પરંતુ સંન્યાસપહેલાં તેણે ઘણાં એવા રેકોર્ડ્સ બનાવી દીધા જેને તોડવા મુશ્કેલ છે. સચિને તેની કારકિર્દીમાં 10 એવા મોટા રેકોર્ડ્સ બનાવ્યા જેણે તેને ક્રિકેટનો ભગવાન બનાવી દીધો.
સચિન તેંડુલકરને અર્જુન એવોર્ડ (1994), રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ (1997), પદ્મ શ્રી (1999) અને પદ્મ વિભૂષણ (2008) પુરસ્કારો, ભારત રત્ન (2013માં આ સન્માન સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મેળવનાર સૌથી યુવા અને એકમાત્ર રમતવીર. 2012માં, તેંડુલકરને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા, 2013માં, ભારતીય ટપાલ સેવાએ તેંડુલકરની ટિકિટ બહાર પાડી છે
તેંડુલકરએ ક્રિકેટના આંકડાઓને પુનઃવ્યાખ્યાયિત કર્યા, તેમાં 100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન, 200 ટેસ્ટ રમનાર એકમાત્ર ખેલાડી, વનડેમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ, 34,357 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર એકમાત્ર બેટ્સમેન અને ટેસ્ટ - વનડે બંનેમાં રન અને સદીઓની સંખ્યામાં ટોચ ઉપર છે
તેંડુલકર બોલર તરીકે પણ ખુબ ઉપયોગી રહ્યા અને 201 આંતરરાષ્ટ્રીય વિકેટ (ટેસ્ટમાં 46, ODIમાં 154, T20I માં 1)ના સૌ સાક્ષી બન્યા છે
* ગોવાના મુખ્યમંત્રી (2019) રહેલ ભાજપના આગેવાન પ્રમોદ સાવંતનો જન્મ (1973)
* કન્નડ સિનેમામાં અભિનેતા અને ગાયક ડૉ. રાજકુમાર (સિંગનાલ્લુરુ પુટ્ટસ્વામીયા મુથુરાજ)નો જન્મ (1929)
* ત્રણ વખત લોકસભાના સાંસદ રહેલ અરુણ નહેરુનો લખનૌ ખાતે જન્મ (1944)
* બૉલીવુડ ફિલ્મોના અભિનેતા વરુણ ધવનનો મુંબઈ ખાતે જન્મ (1987)
વરુણની નોંધપાત્ર ફિલ્મોમાં સ્ટુડન્ટ ઓફ ધ ઈયર, હમ્પટી શર્મા કી દુલ્હનિયા, મે તેરા હીરો, બદલાપુર, એબીસીડી 2, બદ્રીનાથ કી દુલ્હનિયા, જુડવા, સુઈ ધાગા વગેરે છે
તેમના પિતા ડેવિડ ધવન ખુબ લોકપ્રિય અને સફળ ફિલ્મ નિર્દેશક છે
* સત્ય સાઈ બાબાનું અવસાન (2011)
તેમણે દાવો કર્યો કે તે શિરડી સાંઈ બાબાનો પુનર્જન્મ છે, અને પોતાનું ઘર છોડીને ભક્તોને સ્વીકારવાનું શરૂ કર્યું હતું
* પદ્મ ભૂષણ, જ્ઞાનપીઠ પુરસ્કાર અને સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત રામધારી સિંહનું અવસાન (1974)
હિન્દી અને મૈથિલી ભાષાના કવિ, નિબંધકાર, દેશભક્ત રામધારીની આઝાદી પહેલાના દિવસોમાં લખાયેલી રાષ્ટ્રવાદી કવિતાના પરિણામે તેઓ બળવાખોર કવિ તરીકે ફરી ઉભરી આવ્યા હતા
* પદ્મ ભૂષણ, જ્ઞાનપીઠ પુરસ્કાર અને સાહિત્ય અકાદમી એવોર્ડ અને ફેલોશીપથી સન્માનિત લેખક, પત્રકાર, વક્તા, ફિલ્મ નિર્માતા, વિવેચક ડી. જયકંથનનો તામિલનાડુ રાજ્યમાં જન્મ (1934)
* રાજ્યસભાના ઉપાધ્યક્ષ (1962-69) રહેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય વાયોલેટ આલ્વાનો અમદાવાદ ખાતે જન્મ (1908)
તેઓ વકીલ, પત્રકાર અને રાજકારણી હતા અને ભારતમાં હાઈકોર્ટ સમક્ષ હાજર થનાર પ્રથમ મહિલા વકીલ અને રાજ્યસભાની અધ્યક્ષતા કરનાર પ્રથમ મહિલા વકીલ હતાં
* પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રીથી સન્માનિત છત્તીસગઢના પરંપરાગત પર્ફોર્મિંગ આર્ટ ફોર્મ, પાંડવાણીના ઘડવૈયા તીજન બાઈનો જન્મ (1956)
પાંડવાણીમાં તેઓ સંગીત સાથે મહાભારતની વાર્તાઓ રજૂ કરે છે
* મુંબઈમાં અંગ્રેજી ભાષાના થિયેટરના સ્ટેજ અભિનેત્રી, દિગ્દર્શક અને નિર્માતા તથા હિન્દી અને અંગ્રેજી ભાષાની ફિલ્મોના અભિનેત્રી પર્લ પદમસીનું મુંબઈ ખાતે અવસાન (2000)
તેમની કેટલીક યાદગાર હિન્દી ફિલ્મોમાં ખટ્ટા મીઠા, જુનૂન, બાતોં બાતોં મેં, કામસૂત્ર વગેરે છે
* બૉલીવુડ ફિલ્મોના અભિનેતા મેક મોહનનો પાકિસ્તાનમાં જન્મ (1938)
તેમણે શોલે ફિલ્મમાં ભજવેલ સાંભાનું પાત્ર ખુબ લોકપ્રિય થયું હતું
* રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ *