નડીઆદ
સાહિત્ય ક્ષેત્રે 20 જેટલાં પુસ્તકોનું સર્જન કરનાર કર્મશીલ સર્જક અનિલ વાઘેલા લિખિત પુસ્તક "જબ ચીડિયા ચુગ ગઈ ખેત"નાટ્યસંગ્રહનું વિશ્વ પુસ્તક દિને નડિયાદ મિશન રોડ ખાતે વિમોચન કરાયું હતું.
આ પ્રસંગે સર્જક અનિલ રોંઝાએ સર્જક પરિચય અને પુસ્તક માહિતી આપતાં જણાવ્યું હતું કે, અનિલ વાઘેલા માત્ર લેખક જ નહીં કર્મશીલ સેવાકર્મી છે.તેઓના સર્જનમાં પીડિતોની વેદના, ગ્રામ્યજીવના ઉતાર ચડાવ વચ્ચે પાંગરતું જીવન,દલિત સંઘર્ષ અને ઉત્થાન, માનવમૂલ્યો અને આદર્શ સમાજ વ્યવસ્થા ડોકાય છે.તેમણે નવલકથા,નવલિકા સંગ્રહ,નિબંધ, ચિંતન, નાટ્યસંગ્રહ સહિતના પ્રકારોનાં પુસ્તકો લખ્યા છે.
ગુજરાત દલિત સાહિત્ય અકાદમીના સૂત્રધાર હરીશ મંગલમે સંદેશ પાઠવતાં જણાવ્યું હતું કે,અનિલ વાઘેલા જેવા નમ્ર સર્જકની સમાજને જરૂર છે. તેમના સાહિત્યમાં દંભ નહીં પણ સચ્ચાઈ છે.તેમનાં જ્ઞાતિજંતુ પુસ્તકને રાજ્યનો શ્રેષ્ઠ ગીરાગુર્જરી એવોર્ડ એનાયત થયો છે. તેમને દલિત સાહિત્ય અકાદમી તરફથી સમાજભિમુખ સાહિત્ય સર્જન બદલ સમ્યક સાહિત્ય રત્નચંદ્રક,જ્ઞાતિજતું નવલકથાને ભારતનો શ્રેષ્ઠ ગીરાગુર્જરી એવોર્ડ સહિતના 8 જેટલાં પ્રતિષ્ઠિત એવોર્ડ-સન્માન એનાયત થયેલ છે.
આ પ્રસંગે વિમોચક ફાધર પરેશે સર્જક અનિલ વાઘેલાને પ્રથમ ઉત્તમ પરિવારસર્જક,આદર્શ લેખક અને સમાજ ઉત્થાનમાં યોગદાન આપનાર કર્મશીલ ગણાવ્યા હતા.
સભાપુરોહિત ફાધર ટોની,ફાધર પરેશ અને સ્થાનિક વડીલીઓએ"જબ ચીડિયા ચુગ ગઈ ખેતનું વિમોચન કરી સમાજ સમક્ષ મૂકી હતી તેમની ઉત્તમ સાહિત્ય યાત્રાને બિરદાવી હતી સન્માન કર્યું હતું.