બૉલીવુડ મૂવીઝ અને ટેલિવિઝન સિરિયલોના નિર્માતા - નિર્દેશક બી. આર. (બલદેવ રાજ) ચોપરાનો પંજાબ રાજ્યમાં જન્મ (1914)
તેમની યાદગાર ફિલ્મોમાં નયા દૌર, સાધના, કાનૂન, ગુમરાહ, હમરાઝ, ઇન્સાફ કા તરાઝુ, નિકાહ વગેરે છે
તેમણે બનાવેલ મહાભારત (1988) ટીવી શ્રેણીને પણ ખુબ લોકપ્રિયતા મળી.બીઆર ચોપરાએ ફિલ્મ લાઇનમાં આવતાની સાથે જ ફિલ્મ્સ બનાવવાનું શરૂ કરી દીધું. પચાસના દાયકામાં તેમણે એક પછી એક સુપરહિટ ફિલ્મો આપી. દિલીપકુમાર અને વૈજયંતિ માલા સાથેની ફિલ્મ ‘નયા દૌર’નું નિર્દેશન તેમણે કર્યું. અને તે સમયે આ ફિલ્મ ખૂબ ચાલી હતી.જ્યારે ટીવી પ્રારંભિક તબક્કે હતું ત્યારે બીઆર ચોપરાએ મહાભારત જેવી સિરિયલ વિશે વિચારવાનું શરૂ કર્યું. તેમણે સિરિયલ બનાવવા માટે કોઈપણ જાતની કસર છોડી ન હતી. ખુદ પોતે મહાભારતની સફળતાથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમને અપેક્ષા ન હતી કે આ સિરિયલ પ્રેક્ષકોને આટલી બધી પસંદ પ઼ડશે.તેમના દીકરા રવિ ચોપરાએ પણ ફિલ્મ - ટીવી સિરિયલ માટે નિર્માણ અને નિર્દેશન કર્યું છે.તેમના ભાઈ યશ ચોપરા પણ ખુબ સફળ અને લોકપ્રિય ફિલ્મ મેકર રહ્યા છે
* રશિયન ક્રાંતિકારી, રાજકારણી અને રાજકીય સિદ્ધાંતવાદી વ્લાદિમીર ઇલિચ ઉલ્યાનોવ ઉર્ફે લેનિન તરીકે વધુ જાણીતાનો જન્મ (1870)
તેઓ સોવિયેત રશિયાની સરકારના પ્રથમ અને સ્થાપક વડા હતા (1917 થી 1924 સુધી) અને સોવિયત સંઘના વડા તરીકે 1922 થી 1924 સુધી સેવા આપી હતી
* જાહેરાત એજન્સી લીન્ટાસના સંચાલક અને હિન્દી ફિલ્મ નિર્દેશક આર. બાલકીનો તામિલનાડુ રાજ્યમાં જન્મ (1965)
* 2010માં ટાઇમ મેગેઝિનની વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો તે લેખક અને કટારલેખક ચેતન ભગતનો દિલ્હી ખાતે જન્મ (1974)
* નરસિંહ મહેતા પુરસ્કાર (૨૦૧૨) અને સાહિત્ય ગૌરવ પુરસ્કાર (૨૦૧૬)થી સન્માનિત ગુજરાતી કવિ અને ચિત્રકાર માધવ રામાનુજનો અમદાવાદ ખાતે જન્મ (1945)
તેમના સર્જનોમાં તેમ (૧૯૭૨), અક્ષરનું એકાંત (૧૯૯૭) અને અનહદનું એકાંત (૨૦૧૩) કાવ્યસંગ્રહો છે. પિંજરની આરપાર (૧૯૯૦) અમદાવાદ પ્રાણીસંગ્રહાલયના સ્થાપક રૂબિન ડેવિડની આત્મકથનાત્મક નવલકથા છે. સુર્યપુરુષ (૧૯૯૭, ૧૯૯૯) ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના જીવન આધારિત નવલકથા છે.
તેમણે પીઠી પીળી ને રંગ રાતો (૧૯૭૪) અને દેરાણી જેઠાણી (૧૯૯૯) ગુજરાતી ફિલ્મો માટે ગીતો લખ્યા હતા જેને રાજ્ય સરકારના પુરસ્કારો મળ્યા હતા
રાગ-વૈરાગ (૨૦૦૦) અને અક્ષરનું અમૃત તેમના દ્વારા લિખિત નાટકો છે
* શ્રીલંકાના ક્રિકેટ ખેલાડી (21 ટેસ્ટ અને 63 વન ડે રમનાર) રંજન મદુગલે નો જન્મ (1959)
મદુગલેએ મેચ રેફરી તરીકે 141 ટેસ્ટ, 270 વનડે અને 56 ટી -20ની દેખરેખ રાખી છે. તે ત્રણેય ફોર્મેટમાં સંયુક્ત રીતે, તેમની 467 આંતરરાષ્ટ્રીય મેચોની સંખ્યા માત્ર આગળ નથી, તેના આગામી સ્પર્ધકો પણ તેની નજીક નથી
* બંગાળી ફિલ્મોના પ્રથમ સ્ટાર અભિનેત્રી તથા હિન્દી ફિલ્મોના અભિનેત્રી અને ગાયિકા કાનન દેવીનો કોલકાતા ખાતે જન્મ (1916)
* હિન્દી ફિલ્મોના અભિનેત્રી કુમકુમ (ઝૈબુન્નીસા)નો બિહાર રાજ્યમાં જન્મ (1934)
* હિન્દી અને મરાઠી ફિલ્મોના અભિનેત્રી ઉષા કિરણનો હૈદરાબાદ ખાતે જન્મ (1929)
* હિન્દી ટીવી અભિનેતા સુમિત રાઘવનનો મુંબઈ ખાતે જન્મ (1971)
* વિશ્વ પૃથ્વી દિવસ * world Earth Day *