AnandToday
AnandToday
Thursday, 20 Apr 2023 18:30 pm
AnandToday

AnandToday

૧૯૬૨ એમ્બ્યુલન્સ અને ફરતા પશુ દવાખાના દ્વારા આણંદ જિલ્લામાં કુલ ૯૪,૬૦૧ પશુઓને સારવાર અપાઇ

આણંદ, 

ગુજરાત પશુપાલન વિભાગ અને ઈ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થના સંયુક્ત પ્રયાસ દ્વારા આણંદના સિટી વિસ્તારમાં બિનવારસી પશુઓની સારવાર માટે ૧૯૬૨ એમ્બ્યુલન્સ સેવા તથા સમગ્ર જિલ્લામાં પશુઓની સારવાર માટે સાત ફરતા પશુ દવાખાના છેલ્લા અઢી વર્ષ કરતાં વધુ સમયથી આણંદ તાલુકાના મોગર અને નાપાડ (તળપદ), આંકલાવ તાલુકાના બામણગામ, ઉમરેઠ તાલુકાના પણસોરા, ખંભાત તાલુકાના રાલજ તથા  જીણજ તેમજ પેટલાદ તાલુકાના પાલજ ખાતે કાર્યરત છે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં છેલ્લા અઢી વર્ષથી વધુના સમયગાળા દરમિયાન ૧૯૬૨ એમ્બ્યુલન્સ અને ફરતા પશુ દવાખાના દ્વારા કુલ ૯૪,૬૦૧ પશુઓને સારવાર અપાઇ છે. જે પૈકિ ૧૯૬૨ એમ્બ્યુલન્સ સેવા દ્વારા આણંદ સિટી વિસ્તારમાં ૧૮,૦૧૯ તથા સાત ફરતા પશુ દવાખાના દ્વારા ૭૬,૫૮૨ પશુઓની વિનામૂલ્યે સારવાર કરવામા આવી છે. આ ફરતા પશુ દવાખાનાઓ દ્વારા સારવાર કરવામાં આવેલ આ તમામ કેસોમાં ૨૭,૫૭૮ મેડિકલ કેસ, ૨૮,૦૭૬ મેડિસિન સપ્લાય કેસ, ૧૪,૮૩૪ સર્જિકલ કેસ,  ૫૭૭૦ પ્રસુતિના કેસ અને ૩૨૪ અન્ય કેસોનો સમાવેશ થાય છે.

******