AnandToday
AnandToday
Monday, 17 Apr 2023 18:30 pm
AnandToday

AnandToday

આજના દિવસની વિશેષતા

તા. 18 એપ્રિલ : 18 April
તારીખ તવારીખ
સંકલન : વિજય ઠક્કર (આણંદ)

આજે વર્લ્ડ હેરીટેજ ડે (વિશ્વ વારસા દિવસ)

સ્મારકો અને સ્થળો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ જેને વિશ્વ ધરોહર દિવસ (World Heritage Day) તરીકે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષે 18 એપ્રિલના રોજ સમગ્ર વિશ્વમાં આ દિવસની વિશ્વ ધરોહર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ફક્ત આપણા જીવનમાં સંસ્કૃતિ અને વારસાના મૂલ્યને જ નહીં, પરંતુ લોકોને સાંસ્કૃતિક ઈતિહાસને સમજવાનો પણ હેતુ છે.

* મહિલા કલ્યાણના ક્ષેત્રમાં સમાજ સુધારક અને ભારતમાં પ્રથમ મહિલા યુનિવર્સિટી - SNDT મહિલા યુનિવર્સિટીની સ્થાપના કરનાર મહર્ષિ કર્વે (ધોંડો કેશવ કર્વે)નો મહારાષ્ટ્ર રાજ્યમાં જન્મ (1858)
તેમણે વિધવા પુનઃલગ્નની હિમાયત કરી અને પોતે પણ એક વિધવા સાથે લગ્ન કર્યા
કર્વે વિધવાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવામાં અગ્રણી હતા

* વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટ ખેલાડી (81 ટેસ્ટ અને 136 વન ડે રમનાર) માલકમ માર્શલનો બરાબડોસ ખાતે જન્મ (1958)
તેમનું અવસાન (1999) માત્ર 41 વર્ષની વયે થયું 

* ભારતના ક્રિકેટ ખેલાડી (43 ટેસ્ટ, 42 વન ડે અને 56 ટી-20 રમી ચૂકેલ) કે. એલ. રાહુલ નો બેંગલુરું ખાતે જન્મ (1992)

* 1857ના ભારતીય વિપ્લવના નોંધપાત્ર નેતાઓમાંના એક અને સેનાપતિ તાતીયા ટોપે (રામચંદ્ર પાંડુરંગા યાવલકર)નું અવસાન (1859)
ઔપચારિક લશ્કરી તાલીમ લીધી ન હોવા છતાં, ટોપે વ્યાપકપણે શ્રેષ્ઠ અને સૌથી અસરકારક બળવાખોર જનરલ તરીકે ગણવામાં આવે છે

* જર્મનમાં જન્મેલા અને સર્વકાલીન મહાન અને સૌથી પ્રભાવશાળી ભૌતિકશાસ્ત્રીઓમાંના એક સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું અવસાન (1955)
આઈન્સ્ટાઈન સાપેક્ષતાના સિદ્ધાંતના વિકાસ માટે જાણીતા છે, તેમણે ક્વોન્ટમ મિકેનિક્સના સિદ્ધાંતના વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું 

* હિન્દી સાથે ગુજરાતી, મરાઠી (700 જેટલી) ફિલ્મોના અભિનેત્રી લલિતા પવાર (અંબા લક્ષ્મણરાવ સગુન)નો મહારાષ્ટ્રના નાસિક ખાતે જન્મ (1916)
સૌથી લાંબી અભિનયની કારકિર્દી (સતત 70 વર્ષ) ચાલવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તેમની સાથે નોંધાયો છે 

* બૉલીવુડ અભિનેત્રી પૂનમ ઢીલ્લોન નો ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે જન્મ (1962)
તેમની લોકપ્રિય ફિલ્મોમાં નુરી, સોહની મહિવાલ, રેડ રોઝ, તેરી મહેરબાનીયા, કર્મા, સમુંદર, નામ વગેરે છે

* ભારતના ક્રિકેટ ખેલાડી (11 ટેસ્ટ રમનાર) સી. એસ. નાયડુનો નાગપુર ખાતે જન્મ (1992)

* હિન્દી અને પંજાબી ફિલ્મોના અભિનેતા મહેન્દ્ર સંધુ નો પંજાબના પટિયાલા ખાતે જન્મ (1947)

* ગાંધી સહિત અનેક ફિલ્મોના અભિનેત્રી રાની દુબેનું ઈંગ્લેન્ડ ખાતે અવસાન (2010)

* ભારતમાં દર વર્ષે રમાતી ર૦-ર૦ ક્રિકેટ સ્પર્ધા ઈન્ડિયન પ્રિમિયર લીગ-આઈપીએલની પ્રથમ સિરીઝનો આરંભ (ર૦૦૮)

* કાર્ટૂન શ્રેણી સુપરમેન વિશ્વમાં પ્રથમ વખત પ્રકાશિત થઈ. (૧૯૩૮)