AnandToday
AnandToday
Friday, 14 Apr 2023 18:30 pm
AnandToday

AnandToday

ચરોતર એજ્યુકેશન સોસાયટી આણંદનું ગૌરવ

મોતીભાઈ અમીન અધ્યાપન મંદિર,મોગરીના અધ્યાપિકા શ્રીમતી રૂપલબેન પટેલે પી.એચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી.

ડૉ.રૂપલબેન ચરોતર એજ્યુકેશન સોસાયટીના કેમ્પસ ડાયરેક્ટરશ્રી મહેશભાઈ પટેલના પુત્રવધૂ છે.

આણંદ
ચરોતર એજ્યુકેશન સોસાયટી આણંદ સંચાલિત મોતીભાઈ અમીન અધ્યાપન મંદિર મોગરી ખાતે પાંચ વર્ષથી ફરજ બજાવતા અધ્યાપિકા શ્રીમતી રૂપલબેન ભૂપેન્દ્રભાઈ પટેલે પી.એચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી મોગર ગામનું ગૌરવ વધાર્યું છે. શિક્ષણ વિભાગ અંતર્ગત "આણંદ જિલ્લામાં શિક્ષણ સંસ્થાના સંદર્ભ સાથે સમુદાય ભાગીદારીનો અભ્યાસ"- વિષયમાં પોતાનો મહાનિબંધ રજૂ કરી પી.એચ.ડી. પદવી પ્રાપ્ત કરી તેમણે અધ્યાપન મંદિર તથા ચરોતર એજ્યુકેશન સોસાયટીનું ગૌરવ વધાર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી આઈ.જે.પટેલ બી.એડના આચાર્યાશ્રી ડૉ.નુસરતબેન કાદરીના માર્ગદર્શન હેઠળ ડૉ.રૂપલબેને તેમનું પી.એચ.ડી પૂર્ણ કરેલ છે. ડૉ.રૂપલબેન ચરોતર એજ્યુકેશન સોસાયટીના કેમ્પસ ડાયરેક્ટરશ્રી મહેશભાઈ પટેલના પુત્રવધૂ છે. તેમની આ સિદ્ધિ બદલ ચરોતર એજ્યુકેશન સોસાયટીના ચેરમેન નિરવભાઈ પટેલ તથા મંત્રી કેતનભાઇ પટેલ તેમજ સભ્યો અને મોગરના ગ્રામજનોએ  શુભેચ્છાઓ આપી ઉત્તરો ઉત્તર પ્રગતિ કરતા રહે તેવા આશીર્વાદ પાઠવ્યા છે.