AnandToday
AnandToday
Wednesday, 12 Apr 2023 18:30 pm
AnandToday

AnandToday

આજના દિવસની વિશેષતા

તા. 13 એપ્રિલ : 13 April
તારીખ તવારીખ
સંકલન : વિજય ઠક્કર (આણંદ)

આઝાદીની લડતની સૌથી ગોઝારી અને હચમચાવી નાખતી ઘટના-જલિયાંવાલા બાગ હત્યાકાંડ

ભારતના પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિર પાસે જલિયાવાલાં બાગમાં 13 એપ્રિલ 1919માં જલિયાંવાલા બાગ હત્યાકાંડ થયો હતો. એ દિવસે બૈસાખીનો દિવસ હતો. જલિયાવાલાં બાગમાં 13 એપ્રિલ 1919ના દિવસે અંધાધુંધ ગોળીબારમાં સેંકડો લોકો માર્યા ગયા હતા. આ દિવસે રોલેટ એક્ટનો વિરોધ કરવા માટે એક સભા યોજાઈ રહી હતી જેમાં જનરલ ડાયર નામના એક અંગ્રેજ અધિકારીએ અકારણ એ સભામાં ઉપસ્થિત ભીડ પર અંધાધુંધ ગોળીબાર કરવાનો હુકમ આપ્યો હતો.જેમાં ૪૧ બાળકો સહિત લગભગ ૪૦૦થી વધુ વ્યક્તિઓના મૃત્યુ થયા અને ૧ હજારથી પણ વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા
રવિન્દ્રનાથ ટાગોરે હત્યાંકાડના વિરોધમાં બ્રિટન દ્વારા અપાયેલ નાઈટહૂડનો ખિતાબ પરત કરી દીધો હતો

* રાજ્યસભાના સાંસદ અને ઉપાધ્યક્ષ રહેલ નજમા હેપતુલ્લાનો ભોપાલ ખાતે જન્મ (1940)
તેઓ 2017થી જામિયા મિલિયા ઇસ્લામિયાના ચાન્સેલર છે
તેઓ 1980 અને 2016ની વચ્ચે, ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાના છ વખત સભ્ય હતા અને જ્યારે તે સભ્ય હતા ત્યારે સોળ વર્ષ સુધી રાજ્યસભાના ઉપાધ્યક્ષ હતા

* રણજીત સ્ટુડિયોના સ્થાપક અને હિન્દી ફિલ્મ નિર્માતા, નિર્દેશક ચંદુલાલ શાહનો જામનગર ખાતે જન્મ (1898)

* ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત લોકપ્રિય અભિનેતા અને બૉલીવુડ ફિલ્મોના સફળ નિર્દેશક સતીશ કૌશિકનો હરિયાણા રાજ્યમાં જન્મ (1956) તેમની નિર્દેશક તરીકે નોંધપાત્ર ફિલ્મોમાં હમ આપકે દિલ મે રહેતે હે, હમારા દિલ આપકે પાસ હે, બધાઈ હો બધાઈ, તેરે નામ, રૂપ કી રાની છોરો કા રાજા વગેરે છે
અભિનેતા તરીકે તેમની યાદગાર ફિલ્મોમાં માસુમ, વો સાત દિન, ઉત્સવ, મિ. ઇન્ડિયા, રામ લખન, જોશીલે, અંદાઝ, આંટી નંબર વન, બડે મિયાં છોટે મિયાં વગેરે છે

* અમેરિકાના ત્રીજા રાષ્ટ્રપતિ (1801-09) થોમસ જેફરસન નો જન્મ (1743)

* હિન્દી ફિલ્મોના કોમેડી એક્ટર દિનેશ હિંગુનો વડોદરા ખાતે જન્મ (1940)
તેમણે 300 જેટલી હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો છે

* ભારતમાં પ્રથમ ફીચર ફિલ્મ 'શ્રી પુંડલિક' બનાવવા માટે જાણીતા દિગ્દર્શક અને નિર્માતા દાદાસાહેબ તોરણે (રામચંદ્ર ગોપાલ તોરણે)નો મહારાષ્ટ્ર રાજ્યમાં જન્મ (1890)

* પાકિસ્તાનમાં જન્મેલ અને હિન્દી ફિલ્મ અને સ્ટેજ અભિનેતા બલરાજ સાહનીનું મુંબઈ ખાતે અવસાન (1913)
તેમની યાદગાર ફિલ્મોમાં ઔલાદ, અનપઢ, ધરતી કે લાલ, દો બીઘા જમીન, છોટીબહેન, કાબુલીવાલા અને ગરમ હવા, એક ફૂલ દો માલી, દો રાસ્તે, હમરાઝ, નીલકમલ, વક્ત વગેરે છે
તેઓ જાણીતા હિન્દી લેખક, નાટ્યકાર અને અભિનેતા ભીષ્મ સાહનીના ભાઈ છે

* હિન્દી ફિલ્મોના ગીતકાર વર્મા મલિકનો પંજાબના ફિરોઝપુર ખાતે જન્મ (1925)
તેઓ સ્વતંત્રતા સેનાની હતા અને દેશભક્તિ ગીતો અને ભજનો પણ તેમણે લખ્યા છે

* ભારતે પ્રથમ ક્રિકેટ એશિયા કપ જીત્યો (1984)
આ ક્રિકેટ સ્પર્ધાની ફાઇનલમાં પાકિસ્તાનને પરાજય આપી ભારતે 54 રનથી જીત મેળવી હતી, રોજર બિન્ની અને રવિ શાસ્ત્રીએ 3-3 વિકેટો લીધી હતી ભારત તરફથી રમનાર સુરિંદર ખન્ના એ 56 રન બનાવ્યા હતા અને તે મેન ઓફ ધ મેચ જાહેર થયા હતા
શારજહામાં રમાયેલ આ સ્પર્ધા વખતે માત્ર ત્રણ દેશ ભારત, પાકિસ્તાન અને શ્રીલંકા ટેસ્ટ રમતા હતા
આગલા વર્ષે ભારતે ક્રિકેટ વિશ્વ કપ જીત્યો હતો