AnandToday
AnandToday
Monday, 10 Apr 2023 18:30 pm
AnandToday

AnandToday

મીલરામપુરા - ગોરોડ જુથ પાણી પુરવઠા યોજના હેઠળના વલ્લી હેડવર્કસ ખાતેની પાણીની ટાંકીની મરામત કરાશે

તા. ૧૮ એપ્રિલ સુધી હળવા દબાણથી, ઓછા સમય માટે તેમજ નિયમિત સમય કરતાં વિલંબથી પાણી વિતરણ કરવામાં આવશે


આણંદ, 

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ, તારાપુરના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે મીલરામપુરા - ગોરોડ જુથ પાણી પુરવઠા યોજના હેઠળના વલ્લી હેડવર્કસ ખાતેની ૧૧.૫૦ લાખ લીટર ક્ષમતાની ર૧ મીટર ઉંચી ટાંકીની તા.૧૨-૦૪-૨૦૨૩ થી તા.૧૮-૦૪-૨૦૨૩ સુધી રીપેરીંગ તથા સાફ-સફાઇની કામગીરી હાથ ધરવામાં આવનાર હોઈ, આ યોજનાથી પાણી મેળવતા તમામ ગામોને તા.૧૨-૦૪-૨૦૨૩ થી હળવા દબાણથી, ઓછા સમય માટે તેમજ નિયમિત સમય કરતાં વિલંબથી પાણી વિતરણ કરવામાં આવશે. સદર જુથ પાણી પુરવઠા યોજનાથી પાણી મેળવતાં તમામ ગામોને જરૂરી પાણીનો સંગ્રહ કરવા, સહકાર આપવા તેમજ કોઈ પણ ફરિયાદ હોઈ તો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કચેરીના કંન્ટ્રોલ રૂમ નં.૧૯૧૬ પર સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે. 

નોંધ તસવીરમાં દર્શાવેલ પાણીની ટાંકી પ્રતિકાત્મક તસવીર છે
*****