AnandToday
AnandToday
Sunday, 09 Apr 2023 18:30 pm
AnandToday

AnandToday

આણંદ જિલ્લામાં કોરોનાના વધુ પોઝિટિવ કેસ નોંધાયા.

આણંદ તાલુકામાં ત્રણ ,પેટલાદ તાલુકામાં બે  અને બોરસદ તાલુકામાં એક પોઝિટિવ કેસ નોંધાયો

કોરોનાના છ પોઝિટિવ કેસમાં એક મહિલા અને પાંચ પુરુષનો સમાવેશ


આણંદ તાલુકામાં આજની તારીખે કોરોનાના ૦૭ કેસ,પેટલાદ તાલુકામાં ૧૨ આંકલાવ તાલુકામાં ૦૧ બોરસદ તાલુકામાં ૦ર અને તારાપુર તાલુકામા ૦૧  પોઝિટિવ કેસ મળી કુલ ર૩કેસ સક્રિય.

હાલ આ તમામ  દર્દી પૈકી ૨૨ દર્દીની હાલત સ્થિર 

આણંદ
આણંદ જિલ્લામાં ધીમી ગતિએ કોરોનાએ માથું ઊંચક્યું છે.જિલ્લામાં સોમવારના રોજ કોરોનાનો વધુ છ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં આણંદ  તાલુકમાં ત્રણ અને પેટલાદ તાલુકામાં બે અને બોરસદ તાલુકામાં કોરોનાના એક કેસનો સમાવેશ થાય છે. આ સાથે જ આણંદ જિલ્લામાં કોરોના ના સક્રિય કેસની સંખ્યા ૨૩ થવા પામી છે.આ તમામ દર્દી પૈકી ૦૨ દર્દી હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે ૨૧ દર્દી હોમ આઈસોલેશનમાં છે હાલ આ તમામ  દર્દીની  હાલત સ્થિર છે.

આજે આર.ટી.પી.સી.આર ના ૮૨૦ ટેસ્ટ અને  એન્ટીજનના ૩૪૪ ટેસ્ટ કરાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ૨૦૧૯થી તા.૧૦મી એપ્રિલ ૨૦૨૩ સુધીમાં ૧૦૩૪૩૭૭ વ્યકિતઓના કોવીડ -૧૯ ના ટેસ્ટ કરાયા હતાં . જેમાં ૧૦૧૮રપર વ્યક્તિઓનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતાં . જયારે કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં કુલ ૧૬૧૨૫
 જેટલા વ્યક્તિઓ સંક્રમિત થયા હતા . જે પૈકી ૧૬૦૪૧ દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી . આણંદ જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધી કુલ ૫૫ જેટલા દર્દીઓના મોત થઇ ચુક્યા છે.આજે છ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી