AnandToday
AnandToday
Sunday, 09 Apr 2023 18:30 pm
AnandToday

AnandToday

આણંદ જીલ્લામાં સિંચાઈના હેતુ માટે પાણી ઉપાડવા પર પ્રતિબંધ

61 ગામોના હિતમાં તંત્ર દ્વારા લેવાયો નિર્ણય

મહી કેનાલની મુખ્ય નહેર, કનેવાલ તળાવ તથા રાસ તળાવમાંથી ખેડૂતો પોતાના મશીન મુકીને ખેતરોમાં સિંચાઈના હેતુ માટે પાણી લઈ શકશે નહિં.

આ હુકમ 31-07-2023 સુધી અમલમા રહેશે, હુકમને ભંગ કરનાર વ્યક્તિ સજાને પાત્ર થશે.

આણંદ

આણંદ જીલ્લાના ખંભાત, તારાપુર, સોજીત્રા અને બોરરાદ તાલુકાના કુલ ૬૧ ગામોનો પીવાના પાણી માટે મહી કેનાલ આધારીત (કનેવાલ/પરીએજ/રાસ તળાવ) જુથ પાણી પુરવઠા યોજનામાં સમાવેશ કરવામાં આવેલ છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા મહી સિંચાઇ વિભાગના સંકલનમાં રહી ઉકત જુથ પાણી પુરવઠા યોજના માટે ચાલુ વર્ષ દરમિયાન મહી કેનાલ, કનેવાલ, પરીએજ તથા રાસ તળાવમાં પીવાના પાણીના હેતુ માટે જરૂરીયાત પુરતુ પાણી વહેવડાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોઈ મહી કેનાલમાં પુરતુ પાણી ન હોવાથી જો ખેડૂતો દ્વારા હયાત પાણીના જથ્થામાંથી પાણી ખેંચવામાં આવે તો ખંભાત, તારાપુર, સોજીત્રા અને બોરસદ તાલુકાઓમાં પીવાના પાણીની મુશ્કેલીઓ ઉભી થવાની શકયતાઓને ધ્યાને લઈ આણંદના જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ડી.એસ.ગઢવીએ તેમને મળેલ સત્તાની રૂએ આણંદ જીલ્લાના ખંભાત, તારાપુર, સોજીત્રા અને બોરસદ તાલુકાઓમાંથી પસાર થતી મહી કેનાલની મુખ્ય નહેર તેમજ કનેવાલ તળાવ તથા રાસ તળાવમાંથી ખેડૂતો દ્વારા પોતાના મશીન મૂકીને ખેતરોમાં સિંચાઇના હેતુ માટે પાણી ઉપાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ હુકમ તા.૩૧-૦૭-૨૦૨૩ સુધી અમલમાં રહેશે, તેમજ આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સજાને પાત્ર થશે.