AnandToday
AnandToday
Saturday, 08 Apr 2023 18:30 pm
AnandToday

AnandToday

પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન થયા

નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા- જીટોડીયા ખાતે ઈસ્ટર સન્ડેની ધામધૂમથી ઉજવણી

આજે ૪૦ દિવસના ઉપવાસ પૂર્ણ થયા


આણંદ
આજે ઈસ્ટર સન્ડે.. સમગ્ર વિશ્વમાં વસતા ખ્રિસ્તી ભાઈબંધુઓ આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન થયા તે દિવસને લઈને ઈસ્ટર સન્ડેની ધામધૂમથી ઉજવણી કરે છે. આજે ૪૦ દિવસના ઉપવાસ પૂર્ણ થયા.
નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા- જીટોડીયા ખાતે મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાનના માર્ગદર્શન હેઠળ આ ૪૦ દિવસ દરમિયાન પ્રાર્થના, પ્રાયશ્ચિત અને પ્રભુ ઈસુએ વેઠેલી વેદના . સવિસ્તાર તેમના બોધ પાઠમાં સમજાવવામાં આવી હતી. પ્રભુ ઈસુએ ગુડ ફ્રાઇડે ના દિવસે પોતાના પ્રાણ વધસ્તંભ ઉપર છોડ્યા હતા. સમગ્ર માનવ જાતને પાપમાંથી મુક્તિ આપવા પ્રભુ પોતે વેદના સહન કરીને મરણ પામ્યા હતા. તેમના છેલ્લા શબ્દો હતા પરમેશ્વર પિતા આ લોકોને માફ કરજે તેઓ શું કરી રહ્યા છે તેનું તેમને ભાન નથી. ગુડ ફ્રાઇડે ના દિવસે મરણ પામ્યાના ત્રીજે દિવસે પ્રભુ સજીવન થયા હતા. તે દિવસે ઈસ્ટર સન્ડે પાસખા પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. આ ૪૦ દિવસ દરમિયાન ચાવડાપુરા ચર્ચ ખાતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપવામાં આવેલો સંદેશો અંગે ઊંડાણપૂર્વકનું મનન ચિંતન કરવામાં આવ્યું હતું.
ફાધર જગદીશ મેકવાને જણાવ્યું હતું કે પ્રભુ ઈસુએ જેમ આપણી ઉપર પ્રેમ રાખ્યો છે તેમ આપણે પણ એકબીજા ઉપર પ્રેમ રાખીએ. ભાઈચારાથી રહીએ અને પ્રભુ ઈસુનો પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશો આપણી રહેણીકરણી દ્વારા ફેલાવીએ.
ફાધર જગદીશ મેકવાન,ફાધર એડવિન, ફાધર જેરાલ્ડ અને સિસ્ટરોએ પાસખા પર્વની સૌને શુભેચ્છા પાઠવી હતી. આજે ચાવડાપુરા ચર્ચ ખાતે ત્રણ ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં આણંદ, જિટોડીયા, ચાવડાપુરા, નાવલી, નાપાડ, નાપા, ખાંધલી, વાંસખિલિયા અને આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ધર્મજનો હાજર રહી એકબીજાને પ્રભુ ઈસુના સજીવન થયાના પર્વ ઈસ્ટર સન્ડેની શુભેચ્છા પાઠવી હતી.
******