AnandToday
AnandToday
Thursday, 06 Apr 2023 18:30 pm
AnandToday

AnandToday

નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા જીટોડીયા ખાતે ગુડ ફ્રાઇડે પર્વની ઉજવણી

પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપેલો પ્રેમ શાંતિ અને ભાઈચારાનો સંદેશો આપતા ફાધર જગદીશ મેકવાન

આણંદ
આજે શુભ શુક્રવાર અર્થાત પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મૃત્યુ દિન... 2023 વર્ષ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર જડવામાં આવ્યા હતા અને ક્રૂસ ઉપર પ્રભુ ઈસુએ તેમના પ્રાણનો ત્યાગ કર્યો હતો.. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભગવાનનો અવતાર હતા અને માનવ થઈને આ પૃથ્વી ઉપર અવતર્યા હતા એટલે પ્રભુનો મૃત્યુ દિવસ શુભ શુક્રવાર તરીકે મનાવવામાં આવે છે
આજના દિવસે વિશ્વના તમામ ખ્રિસ્તી ભાઈઓ ઉપવાસ કરે છે ચર્ચમાં જાય છે પ્રાર્થના કરે છે પ્રાયશ્ચિત કરે છે એકબીજાને માફી આપે છે અને આ રીતે ચાલીસ દિવસના ઉપવાસ આવતીકાલે શનિવારના રોજ પૂર્ણ થાય છે અને પરમ દિવસે રવિવારે ઈસ્ટર સન્ડે મનાવવામાં આવે છે અર્થાત પ્રભુ ઈસુએ મૃત્યુ ઉપર વિજય મેળવ્યો અને ત્રીજે દિવસે સજીવન થયા હતા.. ફાધર જગદીશ મેકવાને ચાવડાપુરા ખાતે કૃષના માર્ગની ભક્તિ દ્વારા સંદેશો આપ્યો હતો અને ફાધર એડવિન એ બારા બાસ નાટક રજૂ કર્યું હતું.

ચાવડાપુરા ધર્મવિભાગના ગામોમાં કીટ વિતરણ

નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા જીટોડીયા ખાતે આજે શુભ શુક્રવારના દિવસે ફાધર જગદીશ મેકવાનના માર્ગદર્શન હેઠળ ચાવડાપુરા ધર્મવિભાગના ગામો ચાવડાપુરા ,જીટોડીયા, ખાંધલી, નાવલી, નાપાડ, વાંસ ખીલીયા અને નાપા ગામના ૩૦ જેટલા ગરીબ કુટુંબો માટે અંદાજિત રૂપિયા બારસો ની કીટ કે જેમાં સીધુ સામાન નું વિતરણ કરવામાં આવ્યું હતું.