આણંદ
ટાઉનહોલ આણંદ ખાતે આજે આણંદ જિલ્લાની વ્યાજબી ભાવની દુકાનોના દુકાનદારો ને જાગૃત કરવા માટે એક દિવસીય સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં કલેકટરશ્રી ડી. એસ. ગઢવી એ જણાવ્યું હતું કે વ્યાજબી ભાવની દુકાનોના દુકાનદારો ગ્રામ્ય વિસ્તારમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવતો અનાજનો જથ્થો જે તે વિસ્તારના રહીશોને પૂરો પાડે છે. સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના રહીશોને સસ્તા અનાજની દુકાનો મારફતે વધુ સેવાઓ મળે અને ગ્રામ્ય વિસ્તારના રહીશોને શહેરી વિસ્તારમાં આવીને સમય અને નાંણા નો વ્યય ના થાય તે માટે વ્યાજબી ભાવની દુકાનો ખાતે જ કોમન સર્વિસ સેન્ટર શરૂ કરવા માટે અને આ કોમન સર્વિસ સેન્ટર ખાતેથી ગ્રામ્ય જનોને શું ફાયદા થાય અને તેની સામે સસ્તા અનાજ ની દુકાનદારો અનાજના જથ્થાનું વિતરણ થયા બાદના સમયમાં કોમન સર્વિસ સેન્ટરના માધ્યમથી પાણી બિલ, વીજળી બિલ, આધાર કાર્ડ અપડેટની કામગીરી, ઇન્કમટેક્સ રિટર્ન, બેન્કિંગ સર્વિસ, ઇન્સ્યોરન્સ, પેન્શન, બસ અને એર ટિકિટ, મોબાઈલ અને ડીટીએચ રિચાર્જ, પાનકાર્ડ, પાસપોર્ટ, થર્ડ પાર્ટી મોટર ઇન્સ્યોરન્સ, ડીજીપે, ભારત બિલ પેમેન્ટ્સ, નેશનલ પેન્શન સિસ્ટમ, ઈ-શ્રમ જેવી અનેકવિધ સુવિધાઓ પૂરી પાડી શકશે અને આના માટે ગ્રામ્ય વિસ્તારના રહીશોને ઘેર બેઠા આ સુવિધા મળશે અને તેના બદલે વ્યાજબી ભાવની દુકાનોના દુકાનદાર જો કોમન સર્વિસ સેન્ટર શરૂ કરશે તો તેમને કમિશન મળશે એટલે તેમની આવકમાં પણ વધારો થશે.
આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ,ગાંધીનગરના નાયબ સચિવ શ્રી નયનાબેને આણંદ જિલ્લાની વ્યાજબી ભાવની દુકાનોના દુકાનદારો કોમન સર્વિસ સેન્ટર શરૂ કરી પોતાની આવકમાં વધારો કરી શકશે તેમ જણાવ્યું હતું.
કોમન સર્વિસ સેન્ટરના સિનીયર મેનેજરશ્રી જજનસેન ગુપ્તાએ જણાવ્યું હતું કે આ કોમન સર્વિસ સેન્ટર ગ્રામ્ય વિસ્તારમાં શરૂ કરવા માટે ૧૫૦ સ્ક્વેર ફીટની જગ્યા, લેપટોપ અથવા કોમ્પ્યુટર અને પ્રિન્ટર, ઇન્ટરનેટ, સ્કેનર, વેબ કેમેરા અને ફિંગર ડિવાઇસ ની જરૂર પડશે જે વ્યાજબી ભાવની દુકાનોમાં ઉપલબ્ધ હોય છે.
કોમન સર્વિસ સેન્ટર દ્વારા ૩૦૦ કરતાં વધારે સેવાઓ ઓનલાઈન ડિજિટલી ઉપલબ્ધ છે. જે સસ્તા ભાવની દુકાનના સીએસસી સેન્ટર દ્વારા ગ્રામ્ય જનોને પૂરી પાડવામાં આવશે. જેથી ગ્રામ્યજનોને અને સસ્તા ભાવની અનાજની દુકાનદારોને પણ ફાયદો થશે.
વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી દ્વારા જેટલી યોજનાઓ, પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યા છે, તે તમામનો અમલ કોમન સર્વિસ સેન્ટર દ્વારા જ કરવામાં આવે છે. આ ઉપરાંત કોમન સર્વિસ સેન્ટર દ્વારા ગ્રામજનો અને સસ્તા ભાવના અનાજના દુકાનદારો ઘેર બેઠા https:://jankari.csccloud.in વેબસાઈટના માધ્યમથી પણ કઈ કઈ સેવાઓ મળશે અને ઉપલબ્ધ છે તેની જાણકારી મેળવી શકશે. જેનો લાભ લેવા આણંદ જિલ્લાના તમામ સસ્તા ભાવની દુકાનો ધરાવતા દુકાનદારોને જણાવ્યું હતું
આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ,ગાંધીનગરના સહાયક નિયામકશ્રી નીલાબેન અને શ્રીમયુરચંદ્ર, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી શિવાંગી શાહ, કોમન સર્વિસ સેન્ટરના મેનેજરશ્રી વિશાલ નાગર, જિલ્લા પુરવઠા વિભાગના અધિકારી/કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી વ્યાજબી ભાવની દુકાનોના દુકાનદારો હાજર રહ્યા હતા.
**********