AnandToday
AnandToday
Tuesday, 04 Apr 2023 18:30 pm
AnandToday

AnandToday

ખેડા પોસ્ટલ ડીવીઝનમાં મહિલા સન્માન સેવિંગ સર્ટીફીકેટયોજનાનો શુભારંભ

નડીઆદ 

ભારત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ અંતર્ગત દરેક દીકરીસ્ત્રી પગભર બને અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે મહિલા સન્માન સેવિંગ સર્ટીફીકેટયોજના તારીખ ૦૧.૦૪.૨૦૨૩થી અમલમાં લાવવામાં આવી છે. 

   “મહિલા સન્માન સેવિંગ સર્ટીફીકેટયોજનામાં વ્યક્તિગત નામથી દીકરી અથવા મહિલા ઓછામાં ઓછા રૂપિયા ૧૦૦૦/- અને રૂપિયા ૧૦૦/- ના ગુણાંકમાં રોકાણ કરી શકશે. આ યોજના હેઠળ મહત્તમ રોકાણ મર્યાદા વ્યક્તિગત રૂપિયા ૨,૦૦,૦૦૦/- છે. રોકાણ કરેલ સર્ટીફીકેટમાં ફરી વખત ડીપોઝીટ કરી શકાશે નહિ. એકથી વધારે સર્ટીફીકેટ લઇ શકાશે પરંતુ કુલ રોકાણ રૂપિયા ૨,૦૦,૦૦૦/- થી વધવું જોઈએ નહિ. આ યોજનામાં કરવામાં આવેલ રોકાણ પર વાર્ષિક ૭.૫ ટકાના દરે વ્યાજ મળશે. વ્યાજ ત્રિમાસિક ચક્રવૃદ્ધિ કરવામાં આવશે. સર્ટીફીકેટ ઇસ્યુ કર્યાની તારીખ થી બે વર્ષે તે પરિપક્વ થશે.

      આ યોજનામાં ખેડા પોસ્ટલ ડીવીજનની તમામ હેડ પોસ્ટ ઓફિસ અને સબ પોસ્ટ ઓફિસમાં કાર્યરત કરવામાં આવેલ છે. ખંભાત અને કઠલાલ પોસ્ટ ઓફિસ માં તારીખ ૦૩.૦૪.૨૦૨૩ના રોજ આ યોજના અંતર્ગત સર્ટીફીકેટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા.