AnandToday
AnandToday
Tuesday, 04 Apr 2023 18:30 pm
AnandToday

AnandToday

ચારૂસેટ સંલગ્ન CMPICAમાં વાલી સંમેલન યોજાયું

સંમેલનમાં 50 થી વધુ વાલીઓએ ભાગ લીધો

ચાંગા

ચાંગાસ્થિત  વિશ્વવિખ્યાત ચારૂસેટ યુનિવર્સીટી સંલગ્ન શ્રીમતી ચંદાબેન મોહનભાઈ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન (CMPICA) દ્વારા તાજેતરમાં વાલી સંમેલન (પેરેન્ટ્સ મીટીંગ) નું આયોજન કરવામાં આવ્યું હતું.  આ પેરેન્ટ્સ મીટીંગમાં 150 થી વધુ વાલીઓએ ભાગ લીધો હતો.

કાર્યક્રમની શરૂઆત સ્વાગત પ્રવચન અને પ્રેઝન્ટેશનથી કરવામાં આવી હતી. CMPICAના પ્રોફેસર ડો. ધર્મેન્દ્ર પટેલે તમામ વાલીઓને આવકાર્યા હતા અને CMPICAની પ્રવૃત્તિઓ અને વિવિધ શૈક્ષણિક સિદ્ધિઓ વિશે વાલીઓને સંક્ષિપ્તમાં માહિતી આપી હતી.  

CMPICA ના એસોસિએટ પ્રોફેસર ડો. સંસ્કૃતિ પટેલે  વિભાગમાં હાથ ધરાયેલી સંશોધનલક્ષી પહેલની રૂપરેખા આપી હતી.

CMPICAના એસોસિયેટ પ્રોફેસર ડો. જૈમિન ઉંડવિયાએ વિવિધ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું કે માતાપિતાએ તેમના બાળકોના ભવિષ્ય અને વિકાસ માટે કાળજી લેવી જોઈએ. આ પ્રસંગે પોસ્ટ ગ્રેજયુએટ કોર્સ વિષે માહિતી આપવામાં આવી હતી અને આજના યુગના પડકારો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

તેમણે વાલીઓને સૂચનો આપવા માટે ચર્ચા કરી જે તેમના બાળકોના વિકાસમાં મદદરૂપ થશે. આ સત્ર પછી વિદ્યાર્થીઓ અને વાલીઓ અને  સંબંધિત વિષયોની ફેકલ્ટી સાથે વન-ટુ-વન વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. આ વાર્તાલાપ દરમિયાન વિદ્યાર્થીઓની હાજરી અને પરિણામ અંગે તેમના વાલીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.  

CMPICAના સમગ્ર ફેકલ્ટી સભ્યો દ્વારા વાલી સંમેલનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.     

હાલમાં સંસ્થા એમસીએ, એમએસસી (આઈટી), બીસીએ, બીએસસી (આઈટી) અને પીએચડી જેવા વિવિધ પ્રોગ્રામ ઓફર કરે છે. હાલમાં સંસ્થામાં 1400 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.