AnandToday
AnandToday
Monday, 03 Apr 2023 18:30 pm
AnandToday

AnandToday

આજના દિવસની વિશેષતા

તા. 04 એપ્રિલ : 04 April
તારીખ તવારીખ 
સંક્લન : વિજય ઠક્કર (આણંદ)


ટાઇમ મેગેઝીનના કવર પેજ પર સ્થાન પામી હોય તેવી પ્રથમ અભિનેત્રી પરવીન બાબીનો આજે જન્મદિવસ

બૉલીવુડ ફિલ્મોના અભિનેત્રી પરવીન બાબીનો જન્મ 4 એપ્રિલ 1949ના રોજ ગુજરાતના જૂનાગઢમાં મુસ્લિમ પરિવારમાં થયો હતો. પરવીન બાબીના પિતા વલી મોહમ્મદ બોબી જૂનાગઢમાં નવાબ હતા. પરવીન બાબી તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતું. પરવીન બાબીનું પ્રારંભિક શિક્ષણ અમદાવાદની માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલમાંથી થયું હતું, ત્યારબાદ તેણે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અંગ્રેજીમાં ગ્રેજ્યુએશન કર્યું હતું.
તેઓ હિન્દી ફિલ્મોમાં ગ્લેમરસ અભિનય માટે વિખ્યાત હતા અને સૌથી વધુ રકમ લેનાર અભિનેત્રી હતા 
અમિતાભ બચ્ચન સાથે આવેલ તેમની અનેક ફિલ્મોમાં મજબુર, સુહાગ, અમર અકબર એંથની, કાલા પથ્થર, દો ઔર દો પાંચ, કાલીયા, ખુદ્દાર, મહાન, શાન, નમક હલાલ વગેરે છે
તેમની અન્ય યાદગાર ફિલ્મોમાં ધ બર્નિગ ટ્રેન, ક્રાંતિ, અર્પણ, બોન્ડ 303 વગેરે છે 

* નાગરિક અધિકાર ચળવળમાં સૌથી વધુ દેખાતા પ્રવક્તા અને નેતા, અમેરિકન બાપ્ટિસ્ટ મંત્રી તથા કાર્યકર માર્ટિન લ્યુથર કિંગની અમેરિકામાં જ હત્યા થઇ (1968)

* બૉલીવુડ ફિલ્મોના નિર્માતા - નિર્દેશક એન. ચંદ્રાનો મુંબઈ ખાતે જન્મ (1952)
તેમની યાદગાર ફિલ્મોમાં અંકુશ, પ્રતિઘાત, નરસીમ્હા, તેજાબ વગેરે છે 

* ભારતીય અમેરિકન માઇક્રોબાયોલોજિસ્ટ, વૈજ્ઞાનિક અને સંશોધક આનંદ મોહન ચક્રવર્તીનો પશ્ચિમ બંગાળ રાજ્યમાં જન્મ (1938)
નિર્દેશિત ઉત્ક્રાંતિ અને આનુવંશિક રીતે એન્જિનિયર્ડ સજીવ વિકસાવવામાં તેમની ભૂમિકા સૌથી વધુ નોંધપાત્ર રહી છે

* ભારતના ક્રિકેટ ખેલાડી (41 ટેસ્ટ રમનાર) બાપુ નાડકરણી (રમેશચન્દ્ર ગંગારામ નડકરણી)નો મહારાષ્ટ્રના નાસિક ખાતે જન્મ (1933)
તેઓ ગાંધીજીની જેમ પેન્ટની અંદર પોતડી પહેરતા હોવાથી સાથી ક્રિકેટ સભ્યોએ તેમનું નામ બાપુ રાખ્યું હતું 

* ફેમિના મિસ ઇન્ડિયા (1971) અને બૉલીવુડ ફિલ્મોના અભિનેત્રી અને ડાન્સર પ્રેમા નારાયણનો પશ્ચિમ બંગાળ રાજ્યમાં જન્મ (1955)

* ભારતના વિખ્યાત તબલા વાદક (બનારસ ઘરાના) પંડિત કુમાર બોઝનો કોલકાતા ખાતે જન્મ (1968)

* પૂર્વ કેન્દ્રીય મંત્રી અને 6 વખત સાંસદ રહેલ લોકપ્રિય કોંગ્રેસી નેતા એચ. કે. એલ. ભગત (હરિ કિસન લાલ ભગત)નો પાકિસ્તાનમાં જન્મ (1921)

* ટોરોન્ટો, કેનેડામાં આર્ય સમાજ, હિન્દુ સુધારણા ચળવળની સ્થાપના કરનાર સરલા દેવીનો જન્મ (1925)

* લોકસભાના સાંસદ શક્તિસિંહ ગોહીલનો ભાવનગર ખાતે જન્મ (1960)

* ભારતીય કવિ, લેખક અને પત્રકાર માખનલાલ ચતુર્વેદીનો જન્મ (1889)

* હિન્દી ફિલ્મ અને ટીવીના લોકપ્રિય કોમેડી અભિનેત્રી ગુડ્ડી મારુતિનો જન્મ (1959)