આણંદ
આણંદ જિલ્લાના ખંભોળજના સુપ્રસિદ્ધ ચેહર માતાજીના મંદિર,ચેહરધામ ખાતે આગામી તા.૦૯.૦૪.૨૦૨૩ ને રવિવારના રોજ માં ચેહરનો ૧૪ મો પાટોત્સવ યોજાશે એમ ચેહરધામ ખંભોળજના ભુવાજી શ્રી નાગજીભાઈ રબારીએ જણાવ્યું છે.
માતાજીના ૧૪ મા પાટોત્સવ નિમિત્તે સવારે ૯.૦૦ કલાકે નવચંડી યજ્ઞનો પ્રારંભ થશે. સાંજે ૫.૦૦ કલાકે શ્રીફળ હોમ કરાશે જ્યારે સાંજના ૬.૦૦ કલાકે માઈ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
આ માંગલિક અવસરે રાત્રે ૯.૦૦ કલાકે વિજય સુવાળા, જિજ્ઞાસા રબારી, કિંજલ રબારી જેવા સુપ્રસિદ્ધ લોક ગાયકોની ઉપસ્થિતિમાં લોકડાયરો યોજાશે.
આ અવસરે દૂધરેજ વડવાળા મંદિરના પ.પૂ.ધ.ધૂ ૧૦૦૮ મહામંડલેશ્વર કનીરામદાસ બાપુ, કાસવાના ભુવાજી શ્રી રાજાભાઈ ભગત, વિરોચનનગરના ભુવાજી શ્રી કનુભાઈ રબારી સહિત સંતો, મહંતો,ભુવાજીઓ અને માઈ ભક્તો ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે માઈ ભક્તોને માતાજીના દર્શનનો લાભ લેવા ભુવાજી શ્રી નાગજીભાઈ રબારી, ભીખાભાઈ રબારી અને સમગ્ર ચેહર પરિવારે હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.