આણંદના પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલનો જન્મ (1955)
આણંદ જિલ્લાના કરમસદ ગામના રહીશ અને હર હંમેશા જરૂરિયાતમંદની વ્હારે દોડનાર 108 ના ઉપનામથી જાણીતા દિલીપભાઈ મણીભાઈ પટેલ અગાઉ 1995,1998,2002,2012 માં ભાજપ તરફ થી આણંદ વિધાનસભાની સીટ નું પ્રતિનિધિત્વ કર્યું હતું.આ ઉપરાંત આણંદ લોકસભાની બેઠક ઉપર વર્ષ 2014માં તેઓએ કોંગ્રેસના પીઢ નેતા ભરતસિંહ સોલંકીને 63 હજાર ઉપરાંત મતોથી હરાવી ભાજપનો ભગવો લહેરાયો હતો.
* ભારતની ક્રિકેટ ટીમએ કેપ્ટન મહેન્દ્રસિંઘ ધોનીના નેતૃત્વમાં વિશ્વ કપ ક્રિકેટ સ્પર્ધા જીતી (2011)
મુંબઈ ખાતે રમાયેલ શ્રીલંકા સામેની ફાઇનલમાં 274 રનના જવાબમાં ભારતીય ક્રિકેટ ટીમ એ 277 રન કરી 6 વિકેટથી ઐતિહાસિક જીત મેળવી, જેમાં ગૌતમ ગંભીરના 97 અને ધોનીના 91 રન મહત્વના સાબિત થયા તે સાથે ધોની મેન ઓફ ધ મેચ બન્યા, અને હોમ ગ્રાઉન્ડ પર વિશ્વ કપ જીતનાર ભારતની ટીમ પ્રથમ છે
મેન ઓફ ધ સિરીઝ ભારતના યુવરાજસિંહ બન્યા હતા
1983માં કપિલ દેવની કપ્તાનીમાં ભારત પ્રથમ વખત ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યું હતુ
* બરોડાના મહારાજા (1951 - 1988), ક્રિકેટર અને લોકસભાના સાંસદ રહેલા (1971-80) ફતેસિંહરાવ પ્રતાપરાવ ગાયકવાડ બીજાનો વડોદરા ખાતે જન્મ (1930)
1959 થી 1960 સુધી વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપ્યા પછી, 1963 થી 1966 સુધી બીસીસીઆઈના પ્રમુખના પદ માટે અત્યાર સુધીના સૌથી યુવા વ્યક્તિ (33 વર્ષની અવિશ્વસનીય વયે) હતા
તેમણે 1943-44 થી 1964-65 દરમિયાન 28 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી હતી, જેમાં સૌથી વધુ 99 અને 21.30ની એવરેજ સાથે 831 રન બનાવ્યા હતા
તેમણે થોડા સમય માટે ક્રિકેટ કોમેન્ટ્રી કરી અને મલબોર્ન ક્રિકેટ ક્લબના માનદ આજીવન સભ્ય હતા
* નેશનલ ફિલ્મ પુરસ્કાર અને ફિલ્મફેર એવોર્ડ દ્વારા સન્માનિત બૉલીવુડ ફિલ્મ અભિનેતા અને નિર્માતા અજય દેવગન (વિશાલ વીરુ દેવગન)નો નવી દિલ્હી ખાતે જન્મ (1969)
તેમની યાદગાર ફિલ્મોમાં ફૂલ ઔર કાંટે, નાજાઇઝ, ઝખ્મ, હમ દિલ ડે ચુકે સનમ, ધ લેજેન્ડ ઓફ ભગત સિંઘ, દિવાનગી, સિંઘમ, ઓલ ધ બેસ્ટ, રાજનીતિ, અપહરણ, ઓમકારા, દ્રશ્યમ, કંપની, શિવાય, લજ્જા, ગંગાજલ, ખાખી, તન્હાજી, ગોલમાલ રિટર્ન વગેરે છે
તેમના લગ્ન અભિનેત્રી કાજલ સાથે 1999માં થયા છે
* નવાનગરના જામ સાહેબ કર્નલ એચ.એચ. શ્રી સર રણજીતસિંહજી વિભાજી બીજાનું જામનગર ખાતે અવસાન (1933)
ક્રિકેટના મહાન ખેલાડી રહેલા કેએસ રણજીતસિંહજી એ 15 ટેસ્ટમાં 44.95ની સરેરાશથી 989 રન બનાવ્યા. ફર્સ્ટ-ક્લાસ કક્ષાએ, તેનો આંકડો 56.37ની ઝડપે 24,692 રન નોંધાયો હતો, અને 133 વિકેટ મળી હતી
તેઓ ક્રિકેટની મહાન રમતના રાજા તરીકે પણ અનંતપણે વધુ મહત્વપૂર્ણ રહ્યુ છે
ભારતમાં ક્રિકેટ માટેની રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 'રણજી ટ્રોફી' તેમના નામ પરથી રાખવામાં આવી છે
* ભારતના સૌથી સફળ સ્ટેન્ડ અપ કોમેડીયન અને અભિનેતા કપિલ શર્માનો પંજાબના અમૃતસર ખાતે જન્મ (1981)
* ગુજરાતી મૂળના પ્રખ્યાત બ્રિટિશ મજૂર સંગઠન નેતા જયાબેન દેસાઈનો ગુજરાતમાં જન્મ (1933)
તેઓ ૧૯૭૬માં લંડનમાં ગ્રનવિક વિવાદમાં હડતાળિયોના અગ્રણી નેતા હતા
તેઓ ૧૯૬૫માં તાંઝાનિયા સ્થળાંતરિત થયા, પરંતુ ત્યાંથી ભારતીયોની હકાલપટ્ટી કારણે તેઓ બ્રિટન ગયા, જ્યાં તેમણે સીવણ મશીન કામદાર તરીકે કામ શરૂ કર્યા પછી ગ્રનવિક ફેકટરીમાં કામે લાગ્યા હતા
* બૉલીવુડ ફિલ્મોના કોરીઓ ગ્રાફર અને ફિલ્મ નિર્દેશક રેમો ડિસોઝાનો બેંગલુરું ખાતે જન્મ (1974)
* પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત ભારતીય કમ્પ્યુટર વૈજ્ઞાનિક અને શૈક્ષણવિદ દિપક બી.ફાટકનો જન્મ (1948)
તેઓ 'વિશ્વના સસ્તી ટેબ્લેટ' આકાશને અપગ્રેડ કરવા માટેના તેમના નોંધપાત્ર કાર્ય માટે જાણીતા છે
* અંગ્રેજી અને હિન્દી ફિલ્મોના અભિનેતા રોશન શેઠનો બિહારના પટના ખાતે જન્મ (1942)
તેમની લોકપ્રિયતા ગાંધી ફિલ્મમાં જવાહરલાલ નહેરુની ભૂમિકા માટે ખુબ થઇ હતી
* સુલભ શૌચાલયના સ્થાપક બિંદેસ્વર પાઠકનો બિહાર રાજ્યમાં જન્મ (1946)
* પટિયાલા ઘરાનાના ભારતીય હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયક બડે ગુલામ અલી ખાનનો પાકિસ્તાનમાં જન્મ (1902)
* હિન્દી અને મરાઠી ફિલ્મોના અભિનેતા અને નિર્દેશક ગજાનન જાગીરદારનો મહારાષ્ટ્રના અમરાવતી ખાતે જન્મ (1907)
* બૉલીવુડ ફિલ્મ અભિનેતા દિપક પરાસરનો પુના ખાતે જન્મ (1969)
તેમની મહત્વની ફિલ્મોમાં શરાબી, નિકાહ, ઇન્સાફ કા તરાઝુ, સન્નાટા, મકસદ, પુરાની હવેલી, દાતા, બારુદ વગેરે છે
* ભારતની રાષ્ટ્રીય બાસ્કેટબોલ ટીમના મુખ્ય કોચ અને અગાઉ ભારતીય પુરૂષ ટીમના કેપ્ટન રહેલા સત પ્રકાશ યાદવનો હરિયાનાના હિસાર ખાતે જન્મ (1955)
* કેથોલિક ચર્ચના વડા અને વેટિકન સિટી રાજ્યના સાર્વભૌમ (1978 - 2005) પોપ જ્હોન પોલ દ્વિતીયનું વેટિકન સિટી ખાતે અવસાન (2005)
* મેઘાલય ભારતના આસામ રાજ્યમાં સ્વાયત્ત રાજ્ય બન્યું *
* આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન્સ બુક ડે *
* વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ *