AnandToday
AnandToday
Friday, 31 Mar 2023 18:30 pm
AnandToday

AnandToday

આજના  દિવસની વિશેષતા

તા. 1 એપ્રિલ : તારીખ તવારીખ
સંકલન : વિજય ઠક્કર (આણંદ)

ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર  અભિનેતા, સંગીતકાર તથા ગાયક વિક્રમ ઠાકોરનો આજે જન્મદિવસ

Happy Birthday 

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના હાલના 'સુપર સ્ટાર' વિક્રમ ઠાકોરનો જન્મ 1 એપ્રિલ, 1984ના રોજ થયો હતો.તેઓ ગાંધીનગર નજીક આવેલ ફતેહપુરાના વતની છે. દસ વર્ષની વયથી તેઓ તેમના પિતા મેલાજી ઠાકોર સાથે રંગમંચ ઉપર વાંસળી વગાડવા જતા હતા. તેમના પિતા સંતવાણી અને ભજનના ગાયક હતા. વીસ વર્ષની વયે તેમણે રંગમંચ પરથી એકલા કાર્યક્રમો આપવાના શરુ કર્યા. શરૂઆતમાં તેઓ ફિલ્મ ક્ષેત્રે આવવા નહોતા ઈચ્છતા, પરંતુ ૨૦૦૬માં દિગ્દર્શકના કહેવાથી એકવાર પિયુને મળવા આવજે ફિલ્મ કરી જે સફળ રહી. ત્યારથી તેમણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો જે મોટે ભાગે ગ્રામ્ય દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી હોય છે. તેમણે સળંગ આઠ સફળ ફિલ્મો આપી છે.તેમની કેટલીક સફળ ફિલ્મોમાં રાધા તારા વિના ગમતું નથી (૨૦૦૭), વાગી કાળજે કટારી તારા પ્રેમની (૨૦૧૦), પ્રેમી ઝુક્યા નથી ને ઝુકશે નહીં (૨૦૧૧) અને રસિયા તારી રાધા રોકાણી રણમાં (૨૦૧૪)નો સમાવેશ થાય છે.તેમની  તેમને વિવિધ માધ્યમોએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના હાલના 'સુપર સ્ટાર' ગણાવ્યા છે.

* ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમના ખેલાડી (51 વન ડે અને 3 ટી-20 રમનાર) વિક્રમસિંગ સોલંકીનો ભારતના રાજસ્થાન રાજ્યના ઉદેપુર ખાતે જન્મ (1982)
તેઓ નવી ઉમેરાયેલી આઈપીએલ ફ્રેન્ચાઇઝી "ગુજરાત ટાઇટન્સ"ના ક્રિકેટ ડિરેક્ટર તરીકે 2022માં નિયુક્ત થયા 
તેઓ એક અંગ્રેજી ક્રિકેટ કોચ અને ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર છે. મર્યાદિત ઓવરના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, તેમણે બેટ્સમેન અને પ્રસંગોપાત ઓફ-સ્પિનર ​​તરીકે ઈંગ્લેન્ડ માટે રમ્યા છે અને કાઉન્ટી ક્રિકેટમાં, તે સરે માટે રમવા અગાઉ વોર્સેસ્ટરશાયર ખાતે 17 વર્ષ વિતાવ્યા હતા

* રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૉ. કેશવરામ બલિરામ હેડગેવારનો નાગપુર ખાતે જન્મ (1889)

* ભારતને પ્રથમ વખત વિશ્વ ક્રિકેટમાં ટોચ પર પહોંચાડનાર આક્રમક બેટ્સમેન, (37 ટેસ્ટ અને 2 વન ડે રમનાર) શ્રેષ્ઠ સ્લિપ ફિલ્ડર, ચતુર કેપ્ટન, સફળ મેનેજર અને રાષ્ટ્રીય પસંદગીકાર અજીત વાડેકરનો મુંબઈ ખાતે જન્મ (1941)

* ભારતના ઉપરાષ્ટ્રપતી (2007-17) અને સરકારી અધિકારી તરીકે 38 વર્ષ સેવા આપનાર મોહમદ હામિદ અન્સારીનો કોલકાતા ખાતે જન્મ (1937)

* ભારતના ક્રિકેટ ખેલાડી (61 ટેસ્ટ, 17 વન ડે અને 9 ટી-20 રમનાર) મુરલી વિજયનો ચેન્નઈ ખાતે જન્મ (1984)

* તારક મહેતા કા ઉલટા ચશ્મા ટીવી સિરિયલના લોકપ્રિય (અંજલિ તારક મહેતા) અભિનેત્રી નેહા મહેતાનો જન્મ (1980) 

* આસામના પૂર્વ મુખ્યમંત્રી (2001-2016) અને કોંગ્રેસના આગેવાન તરુણ ગોગાઈનો જન્મ (1936)

* ઈંગ્લેન્ડના ક્રિકેટ ખેલાડી (117 ટેસ્ટ અને 114 વન ડે રમનાર) ડેવિડ ગ્રોવર નો જન્મ (1957) 

* અર્જુન એવોર્ડ દ્વારા સન્માનિત પ્રથમ મહિલા ચેસ પ્લેયર રોહિણી ખાંડીલકર નો મુંબઈ ખાતે જન્મ (1962) 

* ઈંગ્લેન્ડ ખાતે જન્મ અને ખર્ચ-અસરકારક ઊર્જા-કાર્યક્ષમ આર્કિટેક્ચરમાં પહેલ માટે પ્રખ્યાત ભારતીય આર્કિટેક્ટ લૌરી બેકરનું તિરૂઆનન્થપૂરમ ખાતે અવસાન (2007)

* હિન્દી ફિલ્મ અને ટીવી અભિનેત્રી માહી વિજનો દિલ્હી ખાતે જન્મ (1982)

* ભારત અને કેનેડાના લોકપ્રિય ગાયક જસ્સી બી નો જન્મ (1975)

* ઓમાન દેશની ક્રિકેટ ટીમના ખેલાડી (11 ટી-20 રમનાર) મુનીસ અન્સારીનો ભારતના મધ્ય પ્રદેશ રાજ્યમાં જન્મ (1982)

* બૉલીવુડ ફિલ્મોના ગાયક અને અભિનેતા અલી કુલી મિર્ઝાનો જન્મ (1987)

* અમેરિકામાં એપ્પલ કંપનીની સ્થાપના કરાઈ (1976)

* ભારતના ટાઇગર પ્રોજેક્ટનો જિમ કોરબેટ નેશનલ પાર્કથી આરંભ કરાયો (1973)

* ટીવી માટે પૃથક નિગમની સ્થાપના કરાઈ, જેને દૂરદર્શન નામ આપવામાં આવ્યું (1976)

* ભારતીય રિઝર્વ બેન્કની કામગીરીનો આરંભ થયો (1935)

* નાણાકીય વર્ષનો પ્રથમ દિવસ *

* ધ હિન્દુ અખબારનું દૈનિક પ્રકાશન શરૂ થયું (1889)

* ઓરિસ્સા રાજ્યનો સ્થાપના દિવસ *

* પાકિસ્તાન સાથે એક બેનિફિટ ક્રિકેટ મેચ રમવા ગયેલ ભારતીય ટીમના ખેલાડી દિલીપ વેંગસરકરને કોઈ કારણ આપ્યા વિના જ દુબઇ એરપોર્ટ પરથી પરત મોકલી દેવામાં આવ્યાની ઘટના બની (1982)
આગામી ઉપલબ્ધ ફ્લાઈટમાં કોચીન થઈને બોમ્બે પાછા મોકલવામાં આવ્યા ત્યારે તેમને સાથી ખેલાડીઓ માટે વિશ્વાસઘાતની ભાવના સાથે આંચકો લાગ્યો હતો. એપ્રિલ ફૂલનો દિવસ હતો છતાં હસવાની સજા એરપોર્ટ ઓથોરિટીએ ખુબ મોટી કરી કહેવાય
 
* એપ્રિલ ફૂલ : એકબીજાને મૂર્ખ બનાવી આનંદ લેવાની પરંપરા ચાલતી આ દિવસ માટે ચાલતી આવે છે
ફ્રાન્સમાં 'મૂર્ખ દિવસ' મનાવવાનો આરંભ થયો (1582)

* જીતેન્દ્ર, રીના રોય, પરવીન બાબી, રાજ બબ્બર, સુજીત કુમાર અને સુલોચના અભિનિત ફિલ્મ 'અર્પણ' રિલીઝ થઈ (1983)
ડિરેક્શન : જે. ઓમપ્રકાશ
સંગીત : લક્ષ્મીકાંત પ્યારેલાલ
બિનાકા ગીતમાલાની સૌથી લોકપ્રિય ગીતોની વાર્ષિક યાદી-1983માં 'અર્પણ'નું 'લિખનેવાલેને લિખ ડાલે...' (લતા મંગેશકર-સુરેશ વાડકર) ગીત 19માં નંબર ઉપર રહ્યું હતું 
'અપનાપન' (1977), 'આશા' (1980) બાદ ડાયરેક્ટર જે. ઓમ પ્રકાશ સાથે રીના રોયની સતત ત્રીજી બ્લોકબસ્ટર ફિલ્મ 'અર્પણ' હતી. આ ત્રણેય ફિલ્મોમાં હીરો તરીકે જીતેન્દ્ર હતો પરંતુ સમાંતર ભૂમિકામાં ત્રણેય ફિલ્મોમાં અલગ અલગ હિરોઈનો હતી. જેમાં, 'અપનાપન' માં સુલક્ષણા પંડિત, 'આશા' માં રામેશ્વરી અને 'અર્પણ' માં પરવીન બાબી છે 
'અર્પણ' રીના રોય અને પરવીન બાબીની છેલ્લી ફિલ્મોમાંની એક હતી. રીના રોયે 'અર્પણ' પછી તે સમયે તે ટોચ ઉપર હોવા છતાં નિવૃત્તિ લઈ લીધી હતી. જ્યારે પરવીન બાબી 'અર્પણ' પછી વિદેશ જતી રહી હતી