AnandToday
AnandToday
Wednesday, 29 Mar 2023 18:30 pm
AnandToday

AnandToday

આણંદ જિલ્લામાં કોરોનાના વધુ નવ પોઝિટિવ કેસ નોંધાયા.

પેટલાદ તાલુકામાં સૌથી વધુ કેસ અને આણંદ તાલુકામાં ત્રણ કેસ પોઝિટિવ


આણંદ તાલુકામાં આજની તારીખે કોરોનાના ૧૬ કેસ,પેટલાદ તાલુકામાં ૦૭ અને ઉમરેઠ તાલુકામા ૦૧  પોઝિટિવ કેસ મળી કુલ ૨૪ કેસ સક્રિય.

હાલ આ તમામ  દર્દી પૈકી ૨૧ દર્દીની હાલત સ્થિર 

આણંદ
આણંદ જિલ્લામાં ધીમી ગતિએ કોરોનાએ માથું ઊંચક્યું છે.જિલ્લામાં ગુરૂવારના રોજ કોરોનાનો વધુ નવ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં આણંદ  તાલુકમાં ત્રણ અને પેટલાદ તાલુકામાં છ કેસના સમાવેશ થાય છે. આ સાથે જ આણંદ જિલ્લામાં કોરોના ના સક્રિય કેસની સંખ્યા ૨૪ થવા પામી છે.આ તમામ દર્દી પૈકી ૦૪ દર્દી હાલ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ૦૩ દર્દી અન્ય હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે ૧૭ દર્દી હોમ આઈસોલેશનમાં છે હાલ આ તમામ  દર્દી પૈકી ૨૧ દર્દીની હાલત સ્થિર છે. આજે આર.ટી.પી.સી.આર ના ૪૦૪ ટેસ્ટ અને  એન્ટીજનના ૧૧૨ ટેસ્ટ કરાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ૨૦૧૯થી તા.૩૦મી માર્ચ ૨૦૨૩ સુધીમાં ૧૦૨૭૩૮૨ વ્યકિતઓના કોવીડ -૧૯ ના ટેસ્ટ કરાયા હતાં . જેમાં ૧૦૧૦૭૦૪ વ્યક્તિઓનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતાં . જયારે કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં કુલ ૧૬૬૭૮ જેટલા વ્યક્તિઓ સંક્રમિત થયા હતા . જે પૈકી ૧૬૫૯૯ દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી . આણંદ જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધી કુલ ૫૫ જેટલા દર્દીઓના મોત થઇ ચુક્યા છે.