AnandToday
AnandToday
Tuesday, 28 Mar 2023 18:30 pm
AnandToday

AnandToday

આણંદવાસીઓ સાવધાન

આણંદ પંથકમાં કોરોનાના વધુ સાત પોઝિટિવ કેસ નોંધાયા,જિલ્લામાં કોરોનાના કુલ ૧૫ કેસ સક્રિય.

આણંદ પંથકમાં ત્રણ મહિલા અને ચાર પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

આ સાત દર્દીઓ પૈકી ત્રણ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ જ્યારે ચાર દર્દી હોમ આઈસોલેશનમાં

આણંદ તાલુકામાં ૧૩,પેટલાદ તાલુકામાં ૦૧ અને ઉમરેઠ તાલુકામા ૦૧ કેસ પોઝિટિવ

આણંદ
આણંદ શહેર અને તાલુકામાં ધીમી ગતિએ કોરોનાએ માથું ઊંચક્યું છે.જિલ્લામાં બુધવારના રોજ કોરોનાનો વધુ સાત પોઝિટિવ કેસ નોંધાયા છે.આ તમામ કેસ આણંદ શહેર અને તાલુકમાં નોંધાયા છે જેમાં ચાર પુરુષ અને ત્રણ મહિલા દર્દીનો સમાવેશ થાય છે તમામ દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

આ સાથે જ આણંદ જિલ્લામાં કોરોના ના સક્રિય કેસની સંખ્યા ૧૫ થવા પામી છે.આ તમામ દર્દી પૈકી ૦૪ દર્દી હાલ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ૦૩ દર્દી અન્ય હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે ૦૮ દર્દી હોમ આઈસોલેશનમાં છે હાલ આ તમામ  દર્દી પૈકી ૧૨ દર્દીની હાલત સ્થિર છે. આજે આર.ટી.પી.સી.આર ના ૪પ૩ ટેસ્ટ અને  એન્ટીજનના ૧લ્પ ટેસ્ટ કરાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ૨૦૧૯થી તા.૨૯મી માર્ચ ૨૦૨૩ સુધીમાં ૧૦૨૬૮૬૬ વ્યકિતઓના કોવીડ -૧૯ ના ટેસ્ટ કરાયા હતાં . જેમાં ૧૦૧૦૧૯૭ વ્યક્તિઓનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતાં . જયારે કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં કુલ ૧૬૬૬૯ જેટલા વ્યક્તિઓ સંક્રમિત થયા હતા . જે પૈકી ૧૬૫૯૫ દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી . આણંદ જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધી કુલ ૫૫ જેટલા દર્દીઓના મોત થઇ ચુક્યા છે.