ભારતીય મૂળના ઇંગ્લેન્ડના રાજકીય આગેવાન પ્રીતિ પટેલનો લંડન ખાતે જન્મ (1972) પૂર્વની થેરેસા મે સરકારની પ્રમુખ આલોચક અને બ્રેક્ઝિટના સમર્થક પ્રીતિ પટેલ બ્રિટનની નવી બોરિસ જોનસન સરકારમાં ગૃહમંત્રી બન્યાં .
વડાપ્રધાન બોરિસ જોનસનની ટીમમાં મહત્વના પદ પર પહોંચનારા તેઓ પહેલા ભારતીય મૂળના નેતા છે.
પ્રીતિ પટેલ સૌથી પહેલાં વિટહૈમથી 2010મા સાંસદ તરીકે પસંદ થયા હતા. 2015 અને 2017મા તેમણે આ સીટ પરથી જીત નોંધાવી હતી. તેઓ કેમરૂન સરકારમાં રોજગાર રાજ્યમંત્રી પણ રહી ચૂકયા છે. 29 માર્ચ 1972ના રોજ લંડનમા જન્મ. તેમના માતા-પિતા યુગાંડાથી સરમુખત્યાર ઈદી અમીન દ્વારા એશિયનોને હાંકી કાઢવામા આવતા બ્રિટન આવી ગયા હતા. પ્રીતિ પટેલે કીલ યુનિવર્સિટીથી ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન અને એસેક્સ યૂનિવર્સિટીથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ હતુ.
* ઈંગ્લેન્ડના વડાપ્રધાન (1990-97 દરમિયાન) રહેલ જ્હોન મેજરનો જન્મ (1943)
* હિન્દી અને બંગાળી ફિલ્મો અને નાટકોના અભિનેતા, લેખક અને નિર્દેશક ઉત્પલ દત્તનો બાંગ્લાદેશમાં જન્મ (1929)
તેમની યાદગાર હિન્દી ફિલ્મોમાં ગોલમાલ, ભુવન સોમ, નરમ ગરમ, શૌકીન વગેરે છે
* અમેરિકાના રાષ્ટ્રપતિ બનેલ (1841-45) જ્હોન ટેલરનો જન્મ (1790)
* ભારતના ક્રિકેટ ખેલાડી (14 ટેસ્ટ રમનાર) હનુમન્ત સિંગનો રાજસ્થાનમાં જન્મ (1939)
* હિન્દી ફિલ્મોના લોકપ્રિય હાસ્ય અભિનેતા જગદીપ (સઈદ ઈસ્તયાક એહમદ જાફરી)નો મધ્યપ્રદેશ રાજ્યમાં જન્મ (1939)
તેમણે ભજવેલ "સુરમા ભોપાલી"નું પાત્ર ખુબ લોકપ્રિય થયું તે સાથે લગભગ 400 જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો છે
તેમના પુત્ર સઈદ જાફરી પણ લોકપ્રિય અભિનેતા છે
* ભારતના ક્રિકેટ ખેલાડી (2 ટેસ્ટ રમનાર) જી. સુન્દરમનો કર્ણાટક રાજ્યમાં જન્મ (1930)
* બંગાળી ફિલ્મોના લોકપ્રિય ગાયક, ગીતકાર, સંગીતકાર અને ગિટાર પ્લેયર અનુપમ રોયનો કોલકત્તા ખાતે જન્મ (1982)
* તામિલ ફિલ્મોના મહિલા નિર્દેશક સુધા કોંગરા પ્રસાદનો આંધ્ર પ્રદેશના વિજયવાડા ખાતે જન્મ (1989)
* હોલીવુડ ફિલ્મોના અભિનેતા લારવતી લોપ્સનો મુંબઈ ખાતે જન્મ (1992)