AnandToday
AnandToday
Monday, 27 Mar 2023 18:30 pm
AnandToday

AnandToday

આણંદમાં કોરોનાના વધુ બે કેસ નોંધાયા,જિલ્લામાં કોરોનાના કુલ ૧૨ કેસ સક્રિય.

આણંદમાં પર વર્ષીય મહિલા અને ૬૫ વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

આણંદ તાલુકામાં ૧૦,પેટલાદ તાલુકામાં ૦૧ અને ઉમરેઠ તાલુકામા ૦૧ કેસ પોઝિટિવ

આણંદ
આણંદ જિલ્લામાં ધીમી ગતિએ કોરોનાએ માથું ઊંચક્યું છે.જિલ્લામાં રવિવારના રોજ કોરોનાનો વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં આણંદમાં એક પર વર્ષીય મહિલા અને ૬૫ વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ આણંદ જિલ્લામાં કોરોના ના સક્રિય કેસની સંખ્યા ૧૨ થવા પામી છે.આ તમામ દર્દી પૈકી ૦૩ દર્દી હાલ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ૦૧ દર્દી અન્ય એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે ૦૮ દર્દી હોમ આઈસોલેશનમાં છે હાલ આ તમામ  દર્દી પૈકી ૦૮ દર્દીની હાલત સ્થિર છે. આજે આર.ટી.પી.સી.આર ના ૪૮૪ ટેસ્ટ અને  એન્ટીજનના ૨૩૭ ટેસ્ટ કરાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ૨૦૧૯થી તા.૨૮મી માર્ચ ૨૦૨૩ સુધીમાં ૧૦૨૬૨૧૮ વ્યકિતઓના કોવીડ -૧૯ ના ટેસ્ટ કરાયા હતાં . જેમાં ૧૦૦૯૫૫૬વ્યક્તિઓનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતાં . જયારે કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં કુલ ૧૬૬૬૨ જેટલા વ્યક્તિઓ સંક્રમિત થયા હતા . જે પૈકી ૧૬૫૯૫ દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી . આણંદ જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધી કુલ ૫૫ જેટલા દર્દીઓના મોત થઇ ચુક્યા છે.