બૉલીવુડ તથા દક્ષિણ ભારતની પ્રાદેશિક ભાષાની ફિલ્મોના અભિનેતા અને રાજકીય આગેવાન પ્રકાશ રાજનો જન્મ ૨૬ માર્ચ ૧૯૬૫ના રોજ બેંગ્લોરમાં થયો હતો, પ્રકાશ રાજનું સાચું નામ પ્રકાશ રાય છે, તેઓ તમિલ નિર્દેશક કે.કે. બાલાચંદરના કહેવાથી બદલો તેઓ એક્ટિંગની દુનિયામાં જાેડાયા હતા. પ્રકાશ રાજે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મોથી નહીં પરંતુ શો થી કરી હતી. જાેકે તેમનો પહેલો લગાવ થિયેટર સાથે હતો. પ્રકાશ રાજ શરૂઆતના તબક્કામાં શેરી નાટક પણ કરતા હતા. થિયેટરમાં કામ કરવા માટે તેને મહિને ૩૦૦ રૂપિયા મળતા હતા. તેમને હિન્દી સિનેમાના શ્રેષ્ઠ વિલનમાંથી એક ગણવામાં આવે છે. બોલિવૂડમાં તેણે ‘વોન્ટેડ, સિંઘમ’, ‘દબંગ-૨’, ‘મુંબઈ મિરર’, ‘પોલીસગીરી’, ‘હીરોપંતી’, ‘જંજીર’ જેવી ફિલ્મો કરી છે. પોતાના નેગેટિવ રોલથી તેણે દર્શકોમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. પ્રકાશ રાજને તેમના શાનદાર અભિનય માટે રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે
*ગુગલના સ્થાપક પૈકીના એક કોમ્પ્યુટર ઈજનેર લૈરી પેજનો જન્મ (1973)
* જ્ઞાનપીઠ પુરસ્કાર અને પદ્મ ભૂષણ તથા પદ્મ વિભૂષણથી સન્માનિત હિન્દી કવિયત્રી અને સ્વાતંત્ર્ય સેનાની મહાદેવી વર્માનો ઉત્તર પ્રદેશના ફરુંખાબાદ ખાતે જન્મ (1907)
* આધ્યાત્મક ગુરુ અને શિવયોગ સંસ્થાના સ્થાપક અવધૂત શિવાનંદ જીનો જન્મ (1955)
* પદ્મશ્રી થી સન્માનિત ચિત્રકાર, ગાંધીવાદી, સાંસ્કૃતિક માનવશાસ્ત્રી અને લોક અને આદિજાતિ કલા અને સંસ્કૃતિના લેખક હકુ વજુભાઈ શાહનો વાલોડ ખાતે જન્મ (1934)
તેમની કળા શૈલી બરોડા જૂથની હતી અને તેમની કૃતિઓને લોક અથવા આદિવાસી કળાના વિષયોને ભારતીય કળામાં લાવનારી મનાય છે
* ભારતના ક્રિકેટ ખેલાડી (73 વનડે અને 9 ટી -20 રમનાર) કેદાર જાદવનો પુના ખાતે જન્મ (1985)
* હિન્દી ફિલ્મ અને ટીવીના અભિનેત્રી અને હોસ્ટ અર્ચના પૂરન સિંગનો દેહરાદૂન ખાતે જન્મ (1968)
તેમની લોકપ્રિયતા ધ કપિલ શર્મા શૉ સાથે ખુબ વધી છે
તેમની લોકપ્રિય ફિલ્મોમાં જલવા, કુછ કુછ હોતા હે વગેરે છે
* ભારતના ક્રિકેટ ખેલાડી (6 ટેસ્ટ અને 7 વનડે રમનાર) વિક્રમ રાઠોરનો જલનધર ખાતે જન્મ (1969)
* પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડી (16 ટેસ્ટ રમનાર) મકસુદ એહમદનો ભારતમાં અમૃતસર ખાતે જન્મ (1925)
* અમેરિકા - કેનેડામાં ખ્રિસ્તી ઉપદેશ ભણાવતા રવિ ઝેચરિયસનો ભારતના ચેન્નાઇ ખાતે જન્મ (1946)
* બૉલીવુડ ફિલ્મોના સંગીતકાર અજિત વર્મનનો કોલકાતા ખાતે જન્મ (1947)
તેમની યાદગાર ફિલ્મોમાં આક્રોશ, સારાંશ, વિજેતા, કર્મ યોદ્ધા, અર્ધ સત્ય વગેરે છે
* બૉલીવુડ ફિલ્મોના અભિનેત્રી મધુનો ચેન્નાઇ ખાતે જન્મ (1976)
* ભારતની અનેક ભાષાની 2500 જેટલી ફિલ્મોમાં અભિનય કરનાર અભિનેત્રી સુકુમારી અમ્માનું ચેન્નાઇ ખાતે અવસાન (2013)
* કરાંચીમાં જન્મેલ પાકિસ્તાનની ટેસ્ટ ક્રિકેટ ટીમના પ્રથમ હિન્દુ ખેલાડી (વિકેટકીપર) અનિલ દલપત સોનાવારીયા પોતાની વન ડે કારકિર્દીની પ્રથમ મેચ (ઈંગ્લેન્ડ સામે) રમ્યા (1984)
* અંગ્રેજ શાસનમાં રાજધાની કોલકાતા થી બદલી દિલ્હી કરવામાં આવી (1931)
* Earth Hour *
બિન ઉપયોગી લાઈટ બંધ રાખી આપણા ગ્રહો માટે પ્રતિબદ્ધતા માટેની પ્રેરણા આપતો દિવસ, કે જે દિવસે રાત્રે 8.30 થી 9.30 લાઈટ બંધ રાખવી