AnandToday
AnandToday
Wednesday, 22 Mar 2023 18:30 pm
AnandToday

AnandToday

સાવધાન - સાવચેતી સલામતી

આણંદ જિલ્લામાં કોવિડ-19 ના વધુ ત્રણ કેસ નોંધાયા

આણંદ તાલુકામાં બે  અને ઉમરેઠ તાલુકામાં એક મળી કુલ ત્રણ દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

આણંદ જિલ્લામાં કોરોનાના કુલ ૯ કેસ સક્રિય.

આણંદ તાલુકામાં ૦૫, બોરસદ તાલુકામાં ૦૨ , ખંભાત તાલુકામાં ૦૧ અને ઉમરેઠ તાલુકામા ૦૧ કેસ પોઝિટિવ

આણંદ
આણંદ જિલ્લામાં ધીમી ગતિએ કોરોનાએ માથું ઊંચક્યું છે.જિલ્લામાં ગુરૂવારના રોજ કોરોનાનો વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં આણંદ અને કરમસદમાં બે અને ઉમરેઠ તાલુકામાંથી  એક દર્દીનો સમાવેશ થાય છે .આ સાથે જ આણંદ જિલ્લામાં કોરોના ના સક્રિય કેસની સંખ્યા ૦૯ થવા પામી છે.આ ૦૯ દર્દી પૈકી ૦૩ દર્દી હાલ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે ૦૬ દર્દી હોમ આઈસોલેશનમાં છે હાલ આ તમામ  દર્દીની હાલત સ્થિર છે. આજે આર.ટી.પી.સી.આર ના ૭૨ ટેસ્ટ અને  એન્ટીજનના ૩૦ ટેસ્ટ કરાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ૨૦૧૯થી તા.૨૩મી માર્ચ ૨૦૨૩ સુધીમાં ૧૦૨૪૫૦૭ વ્યકિતઓના કોવીડ -૧૯ ના ટેસ્ટ કરાયા હતાં . જેમાં ૧૦૦૮૪૫૬ વ્યક્તિઓનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતાં . જયારે કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં કુલ ૧૬૦૫૧ જેટલા વ્યક્તિઓ સંક્રમિત થયા હતા . જે પૈકી ૧૫૯૮૭ દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી . આણંદ જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધી કુલ ૫૫ જેટલા દર્દીઓના મોત થઇ ચુક્યા છે.