વિશ્વભરમાં દર વર્ષે 23 માર્ચે વિશ્વ હવામાન દિવસ ઉજવવામાં આવે છે. જેનો હેતુ લોકોને હવામાન વિજ્ઞાનની સાથે તેમાં થઈ રહેલા પરિવર્તન વિશે જાણકારી આપવાનો અને જાગૃતિ ફેલાવવાનો છે.
વર્ષ 1950માં વિશ્વ હવામાનશાસ્ત્ર સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી. સંસ્થાનું અસ્તિત્ત્વ અથવા સ્થાપનાનું જશ્નને મનાવવા માટે પ્રત્યેક વર્ષ 23 માર્ચે વિશ્વ હવામાનશાસ્ત્ર દિવસ તરીકે મનાવવામાં આવે છે.. ત્યારે ગુજરાત ભારતનું પ્રથમ એવુ રાજ્ય છે જેણે હવામાન અંગેની જાગૃતિ લાવવા‘ક્લાઇમેટ ચેન્જ’ નામનું ડીપાર્ટમેન્ટ શરૂ કર્યું છે.
* કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો દિલ્હી ખાતે જન્મ (1976)
તેઓ અગાઉના વર્ષોમાં ટીવી સિરિયલના સફળ અભિનેત્રી હતા
* ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજવાદી પક્ષના નેતા રામમનોહર લોહીયાનો જન્મ (1910)
કોંગ્રેસ સોશિયાલીસ્ટ પાર્ટીના સંસ્થાપકો પૈકીના એક હતા અને પાર્ટીના મુખપત્ર કોંગ્રેસ સોશિયાલીસ્ટના સંપાદક પણ હતા
૧૯૪૨માં કોંગ્રેસ સોશિયાલીસ્ટ પાર્ટી અને કિસાન મજદૂર પ્રજા પાર્ટી પરસ્પર વિલય પામી અને પ્રજા સોશિયાલીસ્ટ પાર્ટીનું ગઠન કર્યું
ફૈઝાબાદ ખાતે આવેલી અવધ યુનિવર્સિટી હાલ ડૉ. રામ મનોહર લોહિયા અવધ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે.
ભારતની પ્રથમ ક્રમાંકિત રાષ્ટ્રીય વિધિ શાળાઓમાં જેની ગણના થાય છે તે રામ મનોહર લોહિયા નેશનલ લો યુનિવર્સિટીને તેમનું નામ અપાયું છે.
* ઈંગ્લેન્ડમાં જન્મેલ અને હોલિવૂડની ફિલ્મોમાં એક સમયમાં ખૂબ લોકપ્રિય અભિનેત્રી એલિઝાબેથ ટેલરનું અમેરિકામાં અવસાન (2011)
તેમણે બાળપણમાં જ અભિનય કરવાનું શરૂ કર્યું હતું
ત્રણ વખત ઓસ્કાર એવોર્ડ સાથે 8 મહત્વના સન્માન મેળવનાર ટેલર હોલિવૂડની ક્લાસિક ફિલ્મોના સૌથી મહાન અને સફળ અભિનેત્રી તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે
તેમણે સાત વખત લગ્ન કર્યા હતા
* બે વખત જામનગર બેઠકના લોકસભાના સાંસદ (2004-14) અને ખંભાળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય (2017) વિક્રમભાઈ અર્જનભાઈ માડમનો જામનગર ખાતે જન્મ (1958)
* ભારતના ઉદ્યોગસાહસિક છે. તેઓ બાયોકોન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કિરણ મજમુદાર - શૉનો બેેંગલોર ખાતે જન્મ (1953)
* પદ્મશ્રી, નેશનલ ફિલ્મ પુરસ્કાર અને ફિલ્મફેર એવોર્ડ દ્વારા સન્માનિત બોલિવૂડ ફિલ્મોના અભિનેત્રી કંગના રાણાવતનો હિમાચલ પ્રદેશમાં જન્મ (1987)
તેમણે અમેરિકાથી ફિલ્મ એક્ટિંગ માટેની ટ્રેનિંગ લીધી છે
તેમનો હ્રિતિક રોશન અને કરણ જોહર સહિત અનેક વ્યક્તિઓ સાથે વિવાદ સર્જાયો છે
તેમની યાદગાર ફિલ્મોમાં ફેશન, તનુ વેડ્સ મનુ, મણીકર્ણિકા, પંગા, ગેંગસ્ટર, રાઝ, ક્વિન, ક્રિસ 3, રંગૂન વગેરે છે
* ભારતના ક્રિકેટ ખેલાડી (4 ટેસ્ટ અને 9 વન-ડે રમનાર) અતુલ વાસનનો દિલ્હી ખાતે જન્મ (1968)
* અમેરિકાના ફેશન ડિઝાઇનર રાધિકા ખન્નાનો અમૃતસરમાં જન્મ (1974)
* બોલિવૂડ ફિલ્મોના અભિનેતા અરમાન કોહલીનો જન્મ (1972) તેમના પિતા રાજકુમાર કોહલી સફળ ફિલ્મ નિર્માતા દિગ્દર્શક હતા
*ગુજરાતી નવકથાકાર અને અભિનેત્રી વસુબેન ભટ્ટનો વડોદરા ખાતે જન્મ (1924)
તેમના વાર્તા સંગ્રહ "પાંદડે પાંદડે મોતી" અને જીવન ચંરિત્ર "યુગાન્યુગ"ને ગુજરાતી સાહિત્ય પરિષદનો પુરસ્કાર મળ્યો છે
* પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડી (81 ટેસ્ટ અને 51 વન-ડે રમનાર) વિકેટકીપર વસીમ બારીનો જન્મ (1948)
* શહીદ ભગતસિંહ સાથે રાજગુરુ અને સુખદેવને લાહોર ખાતે ફાંસી આપવામાં આવી (1931)
શહીદ ભગતસિંહ ભારતનાં સ્વતંત્રતા આંદોલનના અગ્રિમ ક્રાંતિકારી હતા અને કાનપુર ખાતે ‘અર્જુન’ તથા ‘પ્રતાપ’ નામના સામયિકમાં લેખો લખી ગુજરાન ચલાવ્યું
૮ એપ્રિલ ૧૯૨૯ના રોજ ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત દિલ્હીમાં કેન્દ્રિય ધારાસભા ચાલુ હતી ત્યારે ત્યાં બોમ્બ નાખ્યા અને નાસી જવાને બદલે ત્યાં ઊભા રહી ગયા હતા
૭ ઓક્ટોબર ૧૯૩૦ના રોજ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ફાંસીની સજા ફરમાવાઈ હતી. ૧૯૩૧માં નક્કી થયા મુજબ ૨૪મી માર્ચે ફાંસી આપવાની જાહેરાત થયેલી પણ દેશમાં એની ચર્ચા અને વિરોધ વ્યાપક થતા સરકારે વિરોધના ડરથી એક દિવસ પહેલા, ૨૩મી માર્ચે, સાંજે ત્રણેયને અચાનક ફાંસી આપી દીધી હતી, તે લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસીએ ચડતાં પહેલા તેમણે ઇન્કલાબ ઝિંદાબાદની વીર ગર્જનાઓ કરી હતી
* ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ મેચમાં જોહનીસબર્ગ ખાતે ઓસ્ટ્રેલિયાનો 125 રનથી ભારત સામે વિજય થયો (2003)
આ સાથે સતત ચોથી વખત ફાઈનલમાં પહોંચવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયા એ 2007માં બનાવ્યો અને પછી ચાર વખત વિશ્ચકપ વિજેતા બનવાનો પણ રેકોર્ડ તેમના નામે થયો હતો
મેન ઓફ ધ મેચ બનેલ ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગે 140 રન કર્યા, તે ક્રિકેટ ઈતિહાસનો એક અનોખો રેકોર્ડ છે
આ મેચ ભારતના ખેલાડી શ્રીકાંતની કારકિર્દીની અંતિમ મેચ બની ગઈ મેન ઓફ ધ સિરીઝ સચીન તેંડુલકર બન્યા હતા
* ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ખેલાડી એલન બોર્ડર વિશ્ચના પ્રથમ ખેલાડી બન્યા કે જેમણે ટેસ્ટ મેચની બંને ઈનિંગમાં 150+ રન બનાવ્યાનો રેકોર્ડ નોંધાવ્યો (1980)
આ કિર્તિમાન પાકિસ્તાન સામે લાહોર ખાતે બનાવ્યો હતો
* પાકિસ્તાન પ્રથમ ઈસ્લામિક ગણતંત્ર રાષ્ટ્ર બન્યુ (1956)