આણંદ
આણંદ જિલ્લામાં ધીમી ગતિએ કોરોનાએ માથું ઊંચક્યું છે.જિલ્લામાં સોમવારના રોજ કોરોનાનો વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં કરમસદમાં ૭૬વર્ષે ના વૃદ્ધ અને બોરસદમાં એક ૫૫ વર્ષે ની મહિલાનો સમાવેશ થાય છે.આ ઉપરાંત ઈન્ફલ્યુએન્ઝા-A H3N2 વાયરસનો પ્રથમ કેસ આણંદમાં નોંધાયો છે. આ વાયરસની ઝપેટમાં આવેલ 65 વર્ષેનો વૃદ્ધ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે
આ સાથે જ આણંદ જિલ્લામાં કોરોના ના સક્રિય કેસની સંખ્યા ૬ થવા પામી છે.આ છ દર્દી પૈકી બે દર્દી હાલ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે ચાર દર્દી હોમ આઈસોલેશનમાં છે હાલ આ તમામ દર્દીની હાલત સ્થિર છે. આજે આર.ટી.પી.સી.આર ના ૪૬ ટેસ્ટ અને ૫૦ એન્ટીજન ટેસ્ટ કરાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ૨૦૧૯થી તા.૨૧મી માર્ચ ૨૦૨૩ સુધીમાં ૧૦૨૪૩૦૦ વ્યકિતઓના કોવીડ -૧૯ ના ટેસ્ટ કરાયા હતાં . જેમાં ૧૦૦૮૨૫૨વ્યક્તિઓનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતાં . જયારે કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં કુલ ૧૬૦૪૮ જેટલા વ્યક્તિઓ સંક્રમિત થયા હતા . જે પૈકી ૧૫૯૮૭ દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી . આણંદ જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધી કુલ ૫૫ જેટલા દર્દીઓના મોત થઇ ચુક્યા છે