AnandToday
AnandToday
Friday, 17 Mar 2023 18:30 pm
AnandToday

AnandToday

આણંદ જિલ્લામાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા.

કરમસદના એક પુરુષ અને બોરસદની એક મહિલા દર્દીનો સમાવેશ

જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ચાર થઈ તમામ  દર્દીની હાલત સ્થિર -આરોગ્ય વિભાગ

આણંદ
આણંદ જિલ્લામાં ફરી એક વખત કોરોના ધીમી ગતિએ માથું ઊંચકી રહ્યો છે. આજે શનિવારના  રોજ જિલ્લામાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં કરમસદના એક પુરુષ અને બોરસદની એક મહિલા દર્દીનો સમાવેશ થાય છે. આ સાથે જ જિલ્લામાં કોરોનાનો કુલ આંક ચાર ઉપર પહોંચ્યો હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું છે. 

આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ૨૦૧૯થી તા.૧૮મી માર્ચ ૨૦૨૩ સુધીમાં ૧૦૨૪૧૧૧ વ્યકિતઓના કોવીડ -૧૯ ના ટેસ્ટ કરાયા હતાં . જેમાં ૧૦૦૮૦૬૭ વ્યક્તિઓનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતાં . જયારે કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં કુલ ૧૬૦૪૪ જેટલા વ્યક્તિઓ સંક્રમિત થયા હતા . જે પૈકી ૧૫૯૮૨ દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી . આણંદ જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધી કુલ ૫૫ જેટલા દર્દીઓના મોત થઇ ચુક્યા છે

આણંદ જિલ્લામાં શનિવારના  રોજ કોરોનાનો બે પોઝિટિવ કેસ નોંધાતા હાલ આણંદ જિલ્લામાં કોરોના ના સક્રિય કેસની સંખ્યા ૪ થવા પામી છે. હાલ આ તમામ ચાર દર્દીની હાલત સ્થિર છે. આજે ત્રણ દર્દીઓ સ્વસ્થ થઈ જતા તેમને રજા આપી દેવાઈ છે.આજે  આર.ટી.પી.સી.આર ના ૩૪ ટેસ્ટ અને ૨૧ એન્ટીજન ટેસ્ટ કરાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કેઆણંદ જિલ્લામાં કોરોનાના કુલ પાંચ સક્રિય કેસ હતા.જેમાંથી આજે ત્રણ દર્દીઓ સ્વસ્થ થઈ જતા તેઓને ડિસ્ચાર્જ કરાયા છે.અને આજે વધુ બે પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા ચાર થવા પામી છે