AnandToday
AnandToday
Wednesday, 15 Mar 2023 18:30 pm
AnandToday

AnandToday

 દુકાનદારોમાં આનંદો

વિદ્યાનગર નગરપાલિકા વિસ્તારમાં હવે રાત્રીના ૧૨-૩૦ વાગ્યા સુધી મુખ્ય બજારો અને ખાણીપીણીની દુકાનો ખુલ્લી રાખી શકાશે

સ્થાનિક લોકો તરફથી મળતી વારંવારની રજુઆતોને ધ્યાને લઈ આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કેતકી વ્યાસે લીધેલ નિર્ણય

આણંદ, 
આણંદ જિલ્લાની વલ્લભ વિદ્યાનગર નગરપાલિકા વિસ્તારમાં રાત્રીના ૧૧-૦૦ કલાક પછી મુખ્ય બજારો તેમજ ખાણીપીણીની દુકાનો બંધ રાખવા અંગે તા.૦૨-૦૨-૨૦૨૩ના રોજ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ સ્થાનિક લોકો તરફથી મળતી વારંવારની રજુઆતોને ધ્યાને લઈ આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કેતકી વ્યાસે તેમને મળેલ સત્તાની રૂએ વલ્લભ વિદ્યાનગર નગરપાલિકા વિસ્તારમાં બજારો બંધ કરવાનો સમય રાત્રીના ૧૧-૦૦ કલાકને બદલે રાત્રીના ૧૨-૩૦ સુધી કરવા હુકમ ફરમાવેલ છે. આ છુટછાટ શોપએક્ટ લાયસન્સ ધારી દુકાનો/હોટલોને લાગુ પડશે. 

આ જાહેરનામું મેડિકલ સ્ટોર, દવાખાનુ / હોસ્પિટલને લાગુ પડશે નહીં.

આ જાહેરનામું અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે, તેમજ આ હુકમનો ભંગ કરનાર ઈસમ શિક્ષાને પાત્ર થશે.
*****