AnandToday
AnandToday
Wednesday, 15 Mar 2023 18:30 pm
AnandToday

AnandToday

આજના દિવસથી વિશેષતા

તા. 16 માર્ચ : તારીખ તવારીખ
સંકલન : વિજય ઠક્કર (આણંદ)

ગુજરાતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલનો આજે જન્મદિવસ

ગુજરાત રાજ્યના નવસારીના સાંસદ સી.આર. પાટીલ 2020માં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા,  તેમનો જન્મ એકદમ સામાન્ય પરિવારના રઘુનાથ પાટીલ અને સરુબાઈ પાટીલના ઘરે 16 માર્ચ 1955ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પિંપરી- અકા રાઉત ખાતે થયો હતો. તેમનું સ્કૂલિંગ દક્ષિણ ગુજરાતનાં વિવિધ સ્થળે થયું હતું. છેલ્લે સુરતની ITIમાં અભ્યાસ કર્યો. વર્ષ 1975માં પિતા અને આસપાસના અનેક લોકોને જોઈને ગુજરાત પોલીસમાં જોડાયા હતા.1989માં સી. આર પાટીલની રાજકીય આલમમાં એન્ટ્રી થઈ નવસારી બેઠક પરથી ત્રણ વાર સાંસદ બન્યા. પોતાની ઓફિસમાં ISO લેનાર એ સમગ્ર દેશના પ્રથમ સાંસદ છે.

* સચિન તેંડુલકરે પોતાની ક્રિકેટ કારકિર્દીની ઐતિહાસિક ૧૦૦મી સદી ફટકારી (2012)
આ રેકોર્ડ તેમણે બાંગ્લાદેશ સામેની વન-ડે મેચમાં બનાવ્યો છે 
વન ડેમાં 49મી અને ટેસ્ટમાં 51 સદી સાથે આ રેકોર્ડ બનાવનાર વિશ્ચના પ્રથમ ખેલાડી બન્યા 

* ભારતીય સેનાના પ્રથમ સીડીએસ - ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવતનો જન્મ (1957) 
તેમણે આ હોદ્દો તા1 જાન્યુઆરી 2020થી તા. 8-12-2021 સુધી સંભાળ્યો હતો 

* ગુજરાતી સાહિત્યકાર ન્હાનાલાલ દલપતરામ કવિનો અમદાવાદ ખાતે જન્મ (1877)
ભારતીય ટપાલ ખાતા દ્વારા ૧૯૭૮માં એમના નામની ટિકિટ બહાર પાડવામાં આવી
ન્હાનાલાલના પિતા દલપતરામ જાણીતા ગુજરાતી કવિ હતા

* ગુજરાત સરકારમાં મંત્રી કુંવરજી બાવળિયાનો જસદણ ખાતે જન્મ (1955)

* દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર હર્ષલ ગિબ્સ એ એક ઓવરમાં ૬ સિક્સ મારવાનો રેકર્ડ બનાવ્યો (2007)

* લોકપ્રિય હિન્દી કાર્ટૂનિસ્ટ કાક (હરીશ ચંદ્ર શુકલા)નો ઉત્તર પ્રદેશના ઉન્નાવ ખાતે જન્મ (1940)

* ભારતના ક્રિકેટ ખેલાડી (6 ટેસ્ટ રમનાર) અને કેપ્ટન રહેલા ઈફ્તેખાર અલી ખાન પટૌડીનો જન્મ (1910)

* પદ્મ ભૂષણથી સન્માનિત બંગાળી હાસ્ય લેખક રાજશેખર બાસુનો જન્મ (1880)
તેઓ પરશુરામ ઉપનામથી પણ લખતા હતા 

* અમેરિકાના રાષ્ટ્રપતિ (1809-17) જેમ્સ મેડિસનનો જન્મ (1751)

* અભિનેતા ડી. કે. (દયા કિશન) સપ્રુનો કાશ્મીરમાં જન્મ (1916)
તેમનો દીકરો તેજ સપ્રુ પણ અભિનેતા હતા 

* હિન્દી ફિલ્મોના અભિનેતા રાજપાલ યાદવનો જન્મ (1971)

* એમટીવીના રોડિઝ શોના સંચાલક તરીકે ખૂબ લોકપ્રિય રણવિજય સિંગનો જલંધર ખાતે જન્મ (1983)

* ભાવનગરમાં જન્મેલા ગઝલના ગગનના સિતારા નાઝિર દેખૈયા (નૂરમોહમ્મદ અલારખ દેખૈયા)નું અવસાન (1988)
તેમની શાસ્ત્રીય સંગીત પર એટલી જ પક્કડ. 
માત્ર ચાર ચોપડી ભણેલા નાઝિરના પાંચ પુસ્તકોએ ગુજરાતી ભાષાને વધુ સમૃદ્ધ કરી છે. 
નાઝિરની સેન્સ ઓફ હ્યુમર સાથે સ્વાગત પણ પ્રખ્યાત હતું. 
એમની ગઝલ મોરારીબાપુની રામકથામાં કે નારાયણ સ્વામી, પ્રાણલાલ વ્યાસના ડાયરામાં કે મનહર ઉધાસ, પુરુષોત્તમ ઉપાધ્યાય વગેરેની સુગમસંગીતની મહેફિલમાં ગવાય છે.