AnandToday
AnandToday
Monday, 13 Mar 2023 18:30 pm
AnandToday

AnandToday

નેધરલેન્ડ સરકાર દ્વારા બટાટાના વિષય નિષ્ણાત શ્રી હાર્મ ગ્રોએનવેગન ખેડા જિલ્લાની મુલાકાતે

ઇન્ડો- ડચ પ્રોજેક્ટ હેઠળ ભારતના ખેડુતો બટાટાના ઉત્પાદનથી મેળવશે વધુ આવક

ચાલુ વર્ષે ખેડા જિલ્લામાં કપડવંજ ખાતે વધુ બટાટાનું ઉત્પાદન નોંધાયું

નડિયાદ 
ભારત સરકાર દ્વારા નેધરલેન્ડ સરકાર સાથે બાગાયત સંલગ્ન વિવિધ આધુનિક ટેકનોલોજી ગુજરાત રાજ્યના ખેડુતો અપનાવે તથા સારી ગુણવત્તાના બટાટાનું ઉત્પાદન કરી વધુમા વધુ આવક મેળવે તે હેતુસર ઇન્ડો- ડચ પ્રોજેક્ટ હેઠળ કરાર કરવામાં આવ્યો છે.
જે કરારના ભાગરૂપે નેધરલેન્ડ સરકાર દ્વારા બટાટાના વિષય નિષ્ણાત શ્રી હાર્મ ગ્રોએનવેગને તા. ૧૪/૦૩/૨૦૨૩ના રોજ ખેડા જિલ્લાની મુલાકાત નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ખેડા દ્વારા કરાવવામાં આવી હતી. 
જેમાં કપડવંજ તાલુકાના બટાટાના પ્રગતિશીલ ખેડુતો, બટાટા કોલ્ડ સ્ટોરેજ માલિકો તથા વેપારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ખેડુતોના ખેતર અને કોલ્ડ સ્ટોરેજની સ્થળ મુલાકાત કરવામાં આવી હતી.
આ મુલાકાતમાં કપડવંજ એ.પી.એમ.સી. ચેરમેન શ્રી નિલેષભાઇ પટેલ, વિભાગના સંયુક્ત બાગાયત નિયામકશ્રી જે.એમ.તુવાર, આણંદ કૃષિ યુનિવર્સિટીના સહ-પ્રાધ્યાપક ડૉ.બી.એન.સાટોડીયા, તથા નાયબ બાગાયત નિયામકશ્રી  હોર્ટીકલ્ચર નોલેજ સોસાયટી- ગાંધીનગર શ્રી પ્રશાંતભાઈ કેવડીયા તથા મદદનીશ બાગાયત નિયામક શ્રી જે.આર.પટેલે હાજર રહી ખેડુતોને બટાટાની ખેતી માટે ઉત્તમ ગુણવત્તાના બિયારણ, બટાટાની આધુનિક ખેતી અપનાવી નિકાસલક્ષી ઉત્પાદન, રોગ-જીવાત નિયંત્રણ, સ્ટોરેજ વ્યવસ્થાપન અને બજાર વ્યવસ્થાપન ઉપર જિલ્લાના ખેડુતો સાથે ઉંડાણ પૂર્વક ચર્ચા કરી હતી.  
આ ઉપરાંત ભવિષ્યમાં પ્રશ્નોના ઇન્ડો-ડચ પ્રોજેક્ટ હેઠળ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી નિરાકરણ લાવવામાં આવે તે માટે આયોજન કરવામાં આવશે તેમ શ્રી હાર્મ ગ્રોએનવેગને ખેડૂતોને બાહેધરી આપી હતી.