ભરૂચ
ચાલુ વર્ષે હજજ કમિટી થકી હજજ કરવા જનાર હજારો હાજીઓ હજજ કરવાથી વંચિત રહે તેવી પરિસ્થિતિ નું નિર્માણ થવા પામ્યું છે.પાસપોર્ટ ઓથોરિટી ના વાંકે હજજ કરવા જનાર અનેક હાજીઓ હજજ કરવાથી રખડી પડે તેવી સ્થિતિ ઉદ્ભભવી હોવાના અહેવાલ સાંપડયા છે.
સંખ્યાબંધ હજીઓ દ્વારા પાસપોર્ટ મેળવવા માટે લાંબા સમયથી પાસપોર્ટ કચોરી માં અરજીઓ કરી છે.છતાંય ઘણા લાંબા સમય બાદ પણ અનેક હજજ અરજદારો ના પાસપોર્ટ હજી સુધી પાસપોર્ટ ઓથોરિટી દ્વારા ઈશ્યુ કરાયા નથી.જેને કારણે હજજ વાંચ્છુક અરજદારો માં પાસપોર્ટ કચેરી સામે ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે.
કેટલાક હજીઓ દ્વારા આક્ષેપો કરાયા છે કે ઘણા લાંબા સમયથી અમારી અરજીઓ પાસપોર્ટ ઓફિસમાં પેન્ડિંગ પડી છે.વધુમાં હજી સુધી કેટલાય હજીઓ નું પોલીસ વેરિફિકેશન પણ થયું નથી.તો ક્યારે પાસપોર્ટ મળશે તેને લઇ ને હજજ કરવા માંગતા અરજદારો અસમંજસ માં મુકાઈ ગયા છે.પાસપોર્ટ માટે જરૂરી દસ્તાવેજો ની પાસપોર્ટ કચરીએ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા અંગે પાસપોર્ટ ઓથોરિટી ની ઓફિશિયલ વેબસાઈટ પર સ્ટેટ્સ દેખાડવામાં આવે છે. તેમ છતાંય હજજ માટે જનાર હજીઓ ના પાસપોર્ટ ઈશ્યુ કરવામાં જાણી બુઝી ને વિલંબ કરવામાં આવતો હોવાના આક્ષેપો અનેક અરજદારો દ્વારા કરવામાં આવ્યા છે. હજજ અરજદારો માં થતી ચર્ચાઓ મુજબ સિસ્ટમમાં ઘણો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે જેને કારણે સંખ્યાબંધ નિર્દોષ હજજ અરજદારો સૌથી વધુ પીડાઇ રહ્યા છે.ચાલુ સાલે ૨૦૨૩ માં હજજ કરવા જનાર હજીઓ દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે કે શક્ય તેટલી ઝડપથી તેઓ નો પાસપોર્ટ જારી કરવામાં આવે.એક જાગૃત નાગરિક દ્વારા નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અગર જો મારો પાસપોર્ટ તા.૨૦ માર્ચ પહેલા ઈશ્યુ નહિ કરાય અને જો મારે હજજ કમિટી મારફતે હજજ કરવા જવાથી વંચિત રહેવું પડશે તો હું પાસપોર્ટ કચેરી સામે હાઇકોર્ટ માં પાસપોર્ટ કચેરી વિરુદ્ધ પી.આઈ.એલ દાખલ કરી કાયદેસર ની લડત ચલાવવા ની ચીમકી પણ ઉચ્ચારી છે.અત્રે નોંધનીય છે કે હજજ કમિટી મારફતે હજજ કરવા ઇચ્છુક અરજદારોએ તા.૨૦ માર્ચ સુધી પાસપોર્ટ જમા કરાવવા માટે સમય મર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે.તો બીજી તરફ કેટલાક જાગૃત નાગરિકો દ્વારા મિનિષ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ તેમજ અમદાવાદ ની વડી પાસપોર્ટ કચેરી ને મેઈલ કરી વહેલી તકે સમય મર્યાદા પહેલા પાસપોર્ટ જારી કરવા માંગ પણ કરી હોવાની આધારભૂત માહિતી સાંપડી છે.હજજ કમિટી મારફતે હજજ કરવા જનાર હાજી અરજદારો ને પાસપોર્ટ જમા કરાવવા માટે માત્ર છ દિવસ નો સમય બાકી છે.જેની સામે અનેક અરજદારો ની અરજીઓ પાસપોર્ટ ઓફિસમાં પેન્ડિંગ પડી છે.જેને કારણે આ વર્ષે સંખ્યાબંધ હજજ અરજદારો હજજ કરવાથી વંચિત રહે તો તેના માટે કોણ જવાબદાર રહેશે....?? તે એક મોટો સવાલ છે.