AnandToday
AnandToday
Sunday, 12 Mar 2023 18:30 pm
AnandToday

AnandToday

આણંદમાં કોરોનાની એન્ટ્રી, ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા

ત્રણેય દર્દીની હાલત સ્થિર -આરોગ્ય વિભાગ

આણંદ
આણંદ શહેરમાં ફરી એક વખત કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે. શહેરમાં સોમવારના રોજ કોરોનાના વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું છે. 

આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ૨૦૧૯થી તા.૧૩મી માર્ચ ૨૦૨૩ સુધીમાં ૧૦૨૩૭૨૫ વ્યકિતઓના કોવીડ -૧૯ ના ટેસ્ટ કરાયા હતાં . જેમાં ૧૦૦૭૬૮૫ વ્યક્તિઓનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતાં . જયારે કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં કુલ ૧૬૦૪૦ જેટલા વ્યક્તિઓ સંક્રમિત થયા હતા . જે પૈકી ૧૫૯૮૨ દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી . આણંદ જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધી કુલ ૫૫ જેટલા દર્દીઓના મોત થઇ ચુક્યા છે

આણંદ જિલ્લાના તાલુકા મથક આણંદ ખાતે સોમવારના  રોજ કોરોનાનો ત્રણ પોઝિટિવ નોંધાતા હાલ આણંદ જિલ્લામાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ૦૩ થવા પામી છે. હાલ આ ત્રણેય દર્દીની ( હોમ આઈસોલેશન)  હાલત સ્થિર છે.આજે ૨૨ આરટીપીસીઆર ટેસ્ટ અને ૭ એન્ટીજન ટેસ્ટ કરાયા હતા.