AnandToday
AnandToday
Friday, 10 Mar 2023 18:30 pm
AnandToday

AnandToday

સમગ્ર વિશ્વમાં ભારતની એક સશક્ત રાષ્ટ્ર તરીકે નવી ઓળખ ઉભી થઇ છે - શ્રી પ્રદિપસિંહજી વાઘેલા 

આણંદ કોમર્સ કોલેજનો 53 મો વાર્ષિકોત્સવ ઉજવાયો

સાંસદશ્રી મિતેશભાઈ પટેલે સરકારની વિકાસલક્ષી યોજનાઓથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા

આણંદ
શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ કોમર્સ કોલેજ માં આચાર્ય ડૉ. વિજયસિંહ વનાર ના માર્ગદર્શન હેઠળ  53 માં વાર્ષિકોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.જેમા મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી પ્રદિપસિંહજી વાઘેલા  આણંદ જિલ્લાના યસસ્વી સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ, માનનીય ધારાસભ્ય શ્રી  યોગેશભાઈ પટેલ ,  મહામંત્રી શ્રી આણંદ જિલ્લા ભાજપ નીરવભાઈ અમીન, શ્રી મયુરભાઈ સુથાર, શ્રી રામકૃષ્ણ સેવા મંડળ ના પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલ, શ્રી રામકૃષ્ણ સેવા મંડળ ના માનદ મંત્રી શ્રીમતી જ્યોતનાબેન કે પટેલ ની ખાસ ઉપસ્થિતિ માં મહેમાનો ના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
મુખ્ય મહેમાન શ્રી પ્રદિપસિંહ વાધેલા એ વિધાર્થીઓમાં દેશ ભક્તિ ઉજાગર કરવાની હાકલ કરી હતી અને જણાવ્યું હતું કે આપણો દેશ શ્રી નરેન્દ્રભાઇ મોદી ના નેતૃત્વ હેઠળ આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં અગ્રેસર બનવા જઇ રહ્યો છે. .તેમણે કોલેજ ના તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી અને ઇનામો થી સંનમાનિત કરી એન.એસ.એસ.અને એન.સી.સી.ના વિધાર્થીઓ સાથે રસપ્રદ વાર્તાલાપ કર્યો હતો. અને આણંદ કોમર્સ કોલેજ ને ગુજરાતની શ્રેષ્ઠ કોલેજ ગણાવી કોલેજની સિધ્ધિ ઓની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. સમારંભના અતિથિ વિશેષ સાંસદ શ્રી મિતેશભાઈ પટેલે પણ સરકાર ની વિકાસ લક્ષી યોજનાઓની માહિતી વિદ્યાર્થીઓને આપી હતી અને કોલેજની શૈક્ષણિક કામગીરી ની પ્રસંશા કરી હતી. ડૉ. વિજયસિંહ વનારે કોલેજ નો વાર્ષિક અહેવાલ થી માહીતગાર કર્યા હતા. સંસ્થા ના પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલે વિધાર્થીઓને આશિર્વચન પાઠવ્યા હતા. સંસ્થા ના માનદમંત્રી શ્રીમતી જ્યોત્સનાબેન પટેલે કોલેજ ની સિધ્ધિઓને બિરદાવી હતી. સમારંભમાં સમગ્ર સ્ટાફ હાજર રહી કાર્યક્રમ ની શોભા વધારી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.કે.વી.સોલંકી અને ડૉ. ઉર્વી અમીને કર્યું હતું. કાર્યક્રમ ને સફળ બનાવવા ડૉ.એ.કે. યાજ્ઞિક, ડૉ.વિજય પાનસુરીયા,પ્રો.એચ.જે.મકવાણા અને કુમાર ચાન્દવાણી એ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.