AnandToday
AnandToday
Tuesday, 07 Mar 2023 18:30 pm
AnandToday

AnandToday

મહિલા ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ-નિમિષાબેન જાની..

કોઈપણ જાતની અપેક્ષા વગર કરે છે ,નિ:સ્વાર્થભાવે સમાજ સેવા

સમાજમાં સ્ત્રીઓને પોતના પગ પર ઊભી થવા સ્વતંત્ર બનાવવા સાથી મિત્રો સાથે સતત કરે છે જનજાગૃતિના કાર્યક્રમ

આણંદ 
. ‘નારી તું નારાયણી’ અને 'યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ' જેવા શ્લોક તો દેશની સંસ્કૃતિના મૂળ મંત્ર સમા છે. મહિલાઓ માટે ભાવ, આભાર અને સન્માન પ્રકટ કરવાનો દિવસ ૮મી માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ. આજે આપણે એક એવી નારીની વાત કરીશું કે જેઓએ સ્વયં ને સિધ્ધ કરીને તેમજ સંઘર્ષ કરીને પોતાના પગભર થયા છે. આ નારી છે આણંદ જિલ્લાના કરમસદ ગામના નિમિષાબેન જાની..
તેમનું જીવન હંમેશા સંઘર્ષમય રહ્યું છે. તેમ છતાં તે પુરૂષ સમોવડી બન્યા છે. તેમણે નારી તું કદી ના હારી, નારી તું નારાયણી... ની યુક્તિને સાર્થક કરી છે
પોતાના સાથી મહિલા મિત્રો દ્વારા સમાજમાં સ્ત્રીઓ ને પોતના પગ પર ઊભી થવા સ્વતંત્ર બનાવવા જનજાગૃતિ ના સતત કાર્ય કરતા રહેતા નિમિષાબેન  જાની વિશે થોડું જાણીએ.

નિમિષાબેન જાની નો જન્મ ગત તારીખ 29 મી નવેમ્બર 1970 ના રોજ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના પણસોરા ગામના રહીશ વ્યવસાયે મામલતદાર શાંતિલાલ પંડ્યા ને ત્યાં થયો હતો.
માધ્યમિક શિક્ષણ પૂરું કર્યા બાદ નિમિષાબેન ના લગ્ન ખેડા હાલ મહીસાગર જિલ્લાના બાલાસિનોર નિવાસી મુકેશભાઈ જાની સાથે કરવામાં આવ્યા હતા. લગ્ન બાદ તેઓ પોતાના પતિ બે પુત્રી અને પુત્ર સાથે આણંદ તાલુકાના કરમસદ ગામે સ્થાયી થયા છે. કરમસદમાં રહેવા  આવ્યા બાદ ટૂંકા ગાળામાં નિમિષાબેન જાનીને સમાજ સેવા કરવાનો રંગ લાગ્યો. અને પોતાના અન્ય સાથી મહિલા મિત્રો સાથે સમાજસેવાના કાર્યમાં લાગી ગયા. હર હંમેશા ગરીબ શ્રમજીવી બાળકોનો આધાર બન્યા. એટલું જ નહીં  મહિલા ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ રહે છે. તેઓ દિવસ હોય કે રાત કોઈપણ જાતનો સમય જોવા વિના કોઈપણ જાતની અપેક્ષા વગર નિ:સ્વાર્થભાવે સમાજ સેવા કરી રહ્યા છે.

સોશિયલ વર્ક વિથ સ્માઈલનું સૂત્ર આપનાર નિમિષાબેન જાની જે મહિલા મંડળ સાથે સંકળાયેલા છે. તેમના માટે એટલા તો માનીતા બની ગયા છે કે, કોઈ મહિલા કાર્યક્રમમાં કદાચ તેમની હાજરી ન હોય તો તેમના વિના કાર્યક્રમ અધૂરો લાગે છે. હર હંમેશા મહિલા ઉત્કર્ષ માટે સતત કટિબંધ રહેતા નિમિષાબેન જાનીના સમાજસેવા ના કાર્યને સૌ કોઈ બિરદાવી રહ્યા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે નિમિષાબેન જાની નમસ્કાર ગુજરાત દૈનિક બ્યુરો ચીફ મીડિયા કોઓર્ડીનેટર આણંદ જિલ્લા માનવાધિકાર એવં મહિલા બાળ  વિકાસ સંગઠન ઉપાધ્યક્ષ  (આણંદ જિલ્લો હિન્દૂ ધર્મ રક્ષક સેન) તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા છે

દીકરીને ભણાવો અને આત્મનિર્ભર બનાવો-નિમિષાબેન જાની

એક સ્ત્રી જો પોતાના મનોબળને મજબૂત રાખે તો તેને હમેશા દરેક કાર્યમાં સફળતા મળે જ છે. તેમ કહેતા નિમિષાબેન જાનીએ વધુમાં દરેક મા-બાપ ને વિશ્વ મહિલા દિવસ નિમિત્તે કહ્યું હતું કે તમારી દીકરીને ભણાવો અને એને આત્મનિર્ભર બનવામાં સહકારરૂપ બનો.