AnandToday
AnandToday
Tuesday, 07 Mar 2023 18:30 pm
AnandToday

AnandToday

આજના દિવસની વિશેષતા

તા. 8 માર્ચ : તારીખ તવારીખ 
સંકલન : વિજય ઠક્કર (આણંદ)

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 

દર વર્ષે મહિલાઓના અધિકારોને પ્રોત્સાહન આપવા અને રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓનું સન્માન કરવા માટે 8 માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સૌથી પહેલાં 1911માં ઑસ્ટ્રિયા, ડૅન્માર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લૅન્ડમાં કરવામાં આવી હતી. આ દિવસની શતાબ્દીની ઉજવણી 2011માં કરવામાં આવી હતી.સંયુક્ત રાષ્ટ્રસંઘે 1975માં ઉજવણી શરૂ કરી ત્યારથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને સત્તાવાર સ્વરૂપ મળ્યું છે.

* પૂર્વ કેન્દ્રીય મંત્રી (1998-99) અને બે વખત રાજસ્થાનના મુખ્યમંત્રી (2003-08 અને 2013-18) રહેલા વસુંધરા રાજેનો મુંબઈ ખાતે જન્મ (1953)

* અર્જુન એવોર્ડ દ્વારા સન્માનિત ભારતના મહિલા ક્રિકેટ ખેલાડી (3 ટેસ્ટ, 108 વન ડે અને 120 ટી-20 રમનાર) અને ટી-20 ટીમના કેપ્ટન રહેલા હરમનપ્રિત કૌરનો પંજાબમાં જન્મ (1989)

* પદ્મશ્રી અને ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત હિન્દી ફિલ્મ ગીતકાર, કવિ અને શાયર સાહિર લુધિયાનવીનો પંજાબના લુધિયાણા ખાતે જન્મ (1920)
તે એવો આગ્રહ રાખતા કે તેમની રકમ લતા મંગેશકરને ચુકવાતી રકમથી 1 રૂપિયો વધારે હોય 
તેમના ગાયિકા અને અભિનેત્રી સુધા મલ્હોત્રા સાથે ખાસ હોવાની વાતમાં એક મેગેઝીને તેમના બંનેના ફોટા પ્રસિદ્ધ કર્યા હતા 
કહેવાય છે કે તેમના ગીતોમાં હિન્દી સાહિત્યકાર અમૃતા પ્રિતમ માટે અપાર સ્નેહ છલકતો હતો

* પાકિસ્તાનના રાવલપીંડી ખાતે જન્મેલ અને "આઉટલૂક" અંગ્રેજી મેગેઝીનના સ્થાપક અને સંપાદક (1995-2012) વિનોદ મહેતાનું દિલ્હી ખાતે અવસાન (2015)

* મહારાષ્ટ્ર અને ગુજરાત સંયુક્ત રાજય હતા તે બોમ્બે સ્ટેટના પ્રથમ મુખ્યમંત્રી બાલાસાહેબ ગંગાધર ખેરનું પૂના ખાતે અવસાન (1957)
* ન્યૂઝીલેન્ડના ક્રિકેટ ખેલાડી (112 ટેસ્ટ, 234 વન ડે અને 102 ટી-20 રમનાર) રોઝ ટેલર નો જન્મ (1984)
તે શરૂઆતમાં હોકીના ખેલાડી હતા 
તેમણે દેશની અંડર 19 ટીમની કપ્તાની પણ કરી છે 
તે ભારતમાં આઈપીએલના પણ ખેલાડી રહ્યા છે 

* પંજાબના પ્રથમ મુખ્યમંત્રી (1947-49) ગોપીચંદ ભાર્ગવાનો હરિયાણા રાજ્યમાં જન્મ (1889)
તે પછી બીજી વખત 1949-51 દરમિયાન અને ત્રીજી વખત કેરટેકર મુખ્યમંત્રી તરીકે (1964માં) સેવા આપી હતી

* ભારતના ક્રિકેટ ખેલાડી (1 ટેસ્ટ અને 1 વન ડે રમનાર) ગુરશરણ સિંગનો જન્મ (1963)
ટેસ્ટ ટીમના 11 ખેલાડીઓમાં તેમનું નામ આવે તે પહેલા જ એક વર્લ્ડ રેકોર્ડ તેમના નામે નોંધાયો તે એ હતો કે અમદાવાદમાં વેસ્ટ ઇન્ડિઝ સામે (રોજર બિન્નિના બદલે) સબસ્ટીટ્યુટ (12મા) ખેલાડી તરીકે રમતા તેમણે 4 કેચ પકડવાનો વિશ્ચ કિર્તિમાન બનાવ્યો 

* પંજાબના ગાયક અને સંગીતકાર અમરસિંગ ચમકીલાની હત્યા થઈ (1988)
આ સમયે તેમની સાથે પત્ની અને તેમના બેન્ડના બે કલાકારો સહિત કુલ ચાર વ્યક્તિઓની હત્યા થઈ હતી 

* ઈંગ્લેન્ડના ક્રિકેટ ખેલાડી (51 ટેસ્ટ અને 29 વન ડે રમનાર) ફિલ એડમન્ડસ્ નો આફ્રિકાના ઝામ્બિયા દેશમાં જન્મ (1984)

* બોલિવૂડ અભિનેતા ફરદીન ખાનનો મુંબઈ ખાતે જન્મ (1974)
તેના પિતા ફિરોઝ ખાન સફળ અભિનેતા, નિર્માતા દિગ્દર્શક હતા