AnandToday
AnandToday
Saturday, 04 Mar 2023 18:30 pm
AnandToday

AnandToday

ગૃહ રાજ્યમંત્રી મંત્રીશ્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ આપી મહિલા મેરેથોન દોડને પ્રસ્થાન કરાવ્યું

 મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે સુરત ટ્રાફિક પોલીસ અને નિમાયા હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે પાંચ અને દસ કિલોમીટરની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું 

સુરત
 સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અને સંયુક્ત પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ આજરોજ મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે સુરત ટ્રાફિક પોલીસ અને નિમાયા હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે પાંચ અને દસ કિલોમીટરની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. મેરેથોન દોડ ઇન્ડોર સ્ટેડિયમ ખાતેથી પાલ આરટીઓ સુધી યોજાઈ હતી.
    આ મેરાથોન દોડને ગૃહ રાજ્યમંત્રી મંત્રીશ્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવી હતી. સુરત શહેરના શહેરીજનો ટ્રાફિક અવેરનેસ ટ્રાફિકના નિયમો બાબતે જાણકાર અને જાગૃત બને તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે વિષયને અનુલક્ષીને આ  મેરેથોનમાં સુરત શહેર ટ્રાફિક પોલીસ જોડાઈ હતી. જેમાં સુરત શહેર ટ્રાફિક પોલીસની ૨૦૦થી વધારે મહિલા પોલીસ કર્મચારીઓ અને ટી. આર. બી. મહિલા કર્મીઓ જોડાયા હતા.  આ મેરેથોનમાં ૨૩૦૦થી વધારે સુરત શહેરની મહિલાઓ, ટ્રાફિક પોલીસ અને ટીઆરબીના મહિલા કર્મીઓ ઉત્સાહભેર જોડાયા હતા. મહિલા સશક્તિકરણના ઉદેશ સાથે જ મહિલાઓ સમાજમાં ચાવીરૂપ ભૂમિકાઓ ભજવે તેવા હેતુથી મેરેથોન દોડ યોજાઈ હતી. મેરાથોનના સમાપન સમયે વિજેતા થયેલ ઉમેદવારોને વિવિધ કેટેગરીમાં ઇનામો આપવામાં આવ્યા હતા.