AnandToday
Thursday, 02 Mar 2023 18:30 pm
AnandToday
સંયુકત માહિતી નિયામકશ્રી હેતલ દવેના અધ્યક્ષસ્થાને દક્ષિણ ઝોન હેઠળના જિલ્લા માહિતી કચેરીઓના અધિકારી સાથે કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ
સોશિયલ મીડિયાનો મહત્તમ ઉપયોગ કરીને પ્રચાર-પ્રસારની કામગીરી વધુ વેગવંતી બનાવીએઃ સંયુકત માહિતી નિયામક
સુરત
પ્રાદેશિક માહિતી કચેરી-સુરત ખાતે દક્ષિણ ગુજરાત ઝોનના કાર્યક્ષેત્રમાં આવતી જિલ્લા માહિતી કચેરીઓની અધિકારીઓશ્રીઓ સાથે ઈ.સંયુક્ત માહિતી નિયામકશ્રી હેતલ દવેના અધ્યક્ષસ્થાને કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં સંયુક્ત માહિતી નિયામકશ્રીએ પ્રસારપ્રચારની પરિમાણલક્ષી કામગીરી અને વહીવટી કાર્યપ્રણાલીને સુદ્રઢ કરવા માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત પાક્ષિક છેવાડાના વિસ્તારો સુધી પહોંચે અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ સામાન્ય નાગરિકો મેળવે તેવી ફળદાયી કામગીરી અને કચેરીની સફાઈ/સ્વચ્છતાની જાળવણી કરવાની હિમાયત કરી હતી. બેઠકમાં વિવિધ યોજનાઓની સાફલ્યગાથાઓ તૈયાર કરવી, એ.જી.ના પારાઓનો નિકાલ, ફાઈલ વર્ગીકરણ, પડતર બિલો, ગુજરાત પાક્ષિકના લવાજમો, સોશિયલ મીડિયાનો મહત્તમ ઉપયોગ કરીને વધુમાં વધુ પ્રચાર-પ્રસારની કામગીરીને વધુ વેગવંતી બનાવવા પર ભાર મુકયો હતો.
બેઠકમાં નાયબ માહિતી નિયામકશ્રી નિખિલેશ ઉપાધ્યાય, નાયબ માહિતી નિયામક(ભરૂચ) સુશ્રી ભાવના વસાવા, નવસારી જિલ્લાના સહાયક માહિતી નિયામકશ્રી યજ્ઞેશ ગોસાઈ, તાપી જિલ્લાના સહાયક માહિતી નિયામકશ્રી નિનેશ ભાભોર, ડાંગના ઈ.સહાયક માહિતી નિયામકશ્રી મનોજ ખેંગાર, સુરતના ઈ.એે.ડી.આઈ.શ્રી મહેન્દ્ર વેકરીયા, અધિક્ષક(વલસાડ)શ્રી અક્ષય દેસાઈ, સિનીયર સબ એડિટર(નર્મદા) સુશ્રી ઉર્મિલા માહલા ઉપસ્થિત રહ્યા હતા.
-00-