AnandToday
AnandToday
Thursday, 02 Mar 2023 18:30 pm
AnandToday

AnandToday

ડાકોર - ફાગણી પૂનમના મેળા સંદર્ભે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોની ચકાસણી 

તા. ૦૧ થી ૦૩ માર્ચ દરમિયાન ડાકોર મંદિરની આસપાસના પરિસરમાં ખાણીપીણીના સ્ટોલ, લારીઓ તથા રેસ્ટોરન્ટમાં ચેકીંગ કરવામાં આવ્યું

મેળામાં આવનાર ભક્તજનોના સ્વાસ્થ્યની ચિંતા કરતું જિલ્લા વહિવટી તંત્ર તથા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર

નડીઆદ
ડાકોર ખાતે તારીખ ૦૧ થી ૦૩ માર્ચ ૨૦૨૩ દરમિયાન યોજાનાર ફાગણી પૂનમના મેળા સંદર્ભે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી એચ. કે. સોલંકી, એચ. સી. પરમાર, કે એમ. પટેલ તથા એમ.જે. દિવાનની સંયુક્ત ટીમ દ્વારા ડાકોર મંદિર તથા આસપાસના પરિસરમાં રહેલ પ્રસાદ, મીઠાઈ અને ફરસાણના સ્ટોલ, ખાણીપીણીની લારીઓ તથા ડાકોરમાં આવેલ રેસ્ટોરન્ટ ઉપર ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ અન્વયે ચેકીંગ કરવામાં આવ્યું. 
ચકાસણી દરમિયાન આશરે ૬૦ જેટલી પેઢીની તપાસ કરવામાં આવી હતી. જે અન્વયે રેસ્ટોરન્ટમાંથી તૈયાર ખોરાકના તથા મંદિરના પરિસરની આસપાસમાં આવેલ મીઠાઈના સ્ટોલ પરથી પ્રસાદ અને ફરસાણના નમુનાઓ ચકાસણી અર્થે લઈ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ પ્રકારની સઘન તપાસની કામગીરી હોળી સુધી સતત ચાલુ રહેશે તથા લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કાર્યરત રહેશે તેમ ફૂડ સેફ્ટી ઓફિસરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
૦૦૦૦૦૦૦૦૦૦