આણંદ
ખંભાત તાલુકાની મિતલી પ્રાથમિક શાળામાં આજરોજ આણંદ ના સાંસદ શ્રી મિતેષ ભાઈ પટેલ દ્વારા ગ્રામજનોની અને પંચાયતના સરપંચની રજૂઆતના અનુસંધાને શાળાની મુલાકાત કરવામાં આવી.અત્રે મળતી માહિતી મુજબ સાંસદ મિતલી ગામમાં આવનાર લોકસભાની ચૂંટણી અને ગામના પ્રશ્નો તેમજ વિકાસ અંગે મિટિંગનું આયોજન થયું હતું.જેમાં સાંસદ દ્વારા સરકારશ્રીની યોજનાઓ અંગે જાણકારી આપી હતી.આ મિટિંગમાં ગામના અગ્રગણ્ય સભ્યો અને ગ્રામજનો દ્વારા પ્રાથમિક શાળાના મકાનનો મુખ્ય પ્રશ્ન હોય તેમની રજૂઆતને ધ્યાને રાખી આજે 1.55.કલાકે શાળાના મકાનની રજુઆત અંગે મુલાકાત કરી.સાથે ખંભાતના ભૂત પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા.સાથે ગામના આગેવાનોમાં બલવીરસિંહજી ગોહિલ તથા સરપંચ રણછોડભાઈ જાદવ તેમજ પૂર્વ ડેપ્યુટી સરપંચ મદારસંગ પણ હાજર હતા.તેમણે રૂબરૂ સાંસદ સાહેબને ડેમેજ રૂમો બતાવ્યા.9 ઓરડાની ડીમોલેશનની મંજૂરી છેલ્લા 5 વર્ષથી મળેલ છે.અને હાલમાં 10 રૂમો મંજુર થયેલ હોવા છતાં ટેન્ડરિંગની કોઈ કાર્યવાહી આગળ વધેલ ના હોવાથી બાળકોનું ભવિષ્ય અંધકારમય બનેલ છે.
છેલ્લા ઘણા વર્ષથી બાળકો અને શિક્ષકો પાણી અને ઓરડા વગર વલખા મારે છે.જે જોઈ સાંસદ ખૂબ દ્રવીત થયા. તાત્કાલિક ધોરણે ડીપીઓ આણંદ અને ડીડીઓ શ્રી આણંદ ને આ અંગે ઘટતું કરવા ટેલિફોનિક સૂચના અપાઈ.ઉચ્ચ સ્તરે સત્વરે કામ ચાલુ થાય તે અંગે રજુઆત જે તે વિભાગમાં કરવામાં આવશે તેની ખાતરી અપાઈ.બાળકો ખુલ્લામાં મધ્યાહન ભોજન લેતા જોઈ આ અંગે સરપંચશ્રીને જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી શાળાને એક હોલ મળે તેવી વ્યવસ્થા કરવા સત્તા અપાઈ. તેમજ શાળાનો મુખ્ય અને ક્રિટિકલ એવો પાણીનો પ્રશ્ન પણ પંચાયત હલ કરે તેવી સૂચના આપી.સાંસદ શ્રીએ જાતે બાળકોને ભોજન પીરસ્યું હતું અને ડીમોલેશન ઓરડાનું જાત નિરીક્ષણ કર્યું હતું.આ અંગે તેઓએ ખૂબ દુઃખ વ્યક્ત કર્યું કે આટલી મોટી 510 બાળકોમાં સંખ્યામાં બેસવા લાયક 4 ઓરડા જ છે.બીજા ઓરડામાં બેસવું એ હાની કારક અને જોખમી છે.આ અંગે તેમને શાળાની વિઝીટ બુકમાં નોંધ કરી હતી.શિક્ષકોનો કામ કરવાનો ઉત્સાહ જોઈ ખૂબ ખુશ થયા હતા સર્વે શિક્ષકોને અભિનંદન પાઠવ્યા.સંજયભાઈ પટેલે પણ અંગત રસ લઇ સત્વરે શાળાના મકાન ,પાણી અને હોલનો પ્રશ્ન હલ કરવાની ખાતરી આપી.શાળાની સ્વચ્છતા અને વ્યવસ્થા જોઈ આવેલ તમામ મહેમાનો ખૂબ ખુશ થયા અને અભિનંદન પાઠવ્યા હતા.