મૂળ આણંદ જિલ્લાના સોજિત્રાના નામાંકિત ઇજનેર પુજ્ય ભાઇકાકા અને કરમસદના જાણીતા શિક્ષણવીદ શ્રી ભીખાભાઈની જોડીએ વિદ્યાનગરની સ્થાપનામાં મુખ્ય ફાળો ભજવ્યો હતો. સૌપ્રથમ ચરોતર વિદ્યા મંડળ અને ત્યારબાદ સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના અહીં કરવામાં આવી હતી.
અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઇ પટેલને વર્ષ ૧૯૪૨માં ગ્રામીણ યુનિવર્સિટીનો વિચાર આવેલો, ત્યારબાદ તેઓએ ભાઇકાકા સાથે મળીને આ દિશામાં આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વર્ષ ૧૯૪૪માં ૧૫મી એપ્રિલે આણંદની ચરોતર એજ્યુકેશન સોસાયટીમાં પ્રથમ સભા મળી હતી, જેમાં સીવીએમની સ્થાપના વિશે ચર્ચા કરવામાં આવી હતી. વર્ષ ૧૯૪૫માં ૧૦મી ઓગસ્ટે સીવીએમની સ્થાપના કરી હતી, ત્યારબાદ વર્ષ ૧૯૪૬માં ૩જીમાર્ચે ભાઇકાકાએ શ્રીગણેશ કર્યા હતા. જેમાં આણંદ, કરમસદ અને બાકરોલના સ્થાનિક લોકોએ આદ્યસ્થાપકો ભાઇકાકા અને ભીખાભાઇને જોઇતી ૫૫૫ વીઘા જમીન આપતાં વલ્લભ વિદ્યાનગરની સ્થાપના થઇ હતી. આ વિકાસયાત્રામાં ડો.એચ.એમ.પટેલ અને ડો.સી.એલ.પટેલે મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે
* હિન્દી ફિલ્મ સંગીતકાર રવિ (રવિ શંકર શર્મા)નો દિલ્હી ખાતે જન્મ (1923)
તેમનું નેશનલ અને ફિલ્મફેર એવોર્ડથી અનેક વખત સન્માન કરવામાં આવ્યું છે
તેમની યાદગાર ફિલ્મોમાં નિકાહ, હમરાઝ, ચૌદવી કા ચાંદ, દો બદન, ખાનદાન, ઘરાના, નિલકમલ, ગુમરાહ, વક્ત વગેરે છે
તેમણે 'બોમ્બે રવિ' નામની મલયાલમ ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે
* પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 100મી ટેસ્ટ રમતા 100મી વિકેટ લેવાનો ઐતિહાસિક રેકોર્ડ શ્રીલંકાના મુથૈયા મુરલીધરન સાથે નોંધાયો (2006)
* શ્રીલંકાની ક્રિકેટ ટીમના ખેલાડીઓ સાથેની બસ ઉપર પાકિસ્તાનમાં ગોળીબાર થયો, જે ટેસ્ટ મેચના ત્રીજા દિવસે થયો (2009)
* એક સમયે ભારતની સૌથી મોટી કંપની બનેલ ટાટા સમૂહના સ્થાપક જમશેદજી ટાટાનો જન્મ (1839)
* જ્ઞાનપીઠ એવોર્ડ, સાહિત્ય અકાદમી એવોર્ડ અને પદ્મ ભૂષણથી સન્માનિત ઉર્દૂ શાયર ફિરાક ગોરખપુરી (રઘુપતિ સહાય)નું નવી દિલ્હી ખાતે અવસાન (1982)
* ભારતના ક્રિકેટ ખેલાડી (39 ટેસ્ટ રમનાર) એમ. એલ. જયસિંહાનો આંધ્ર પ્રદેશના સિકંદરાબાદ ખાતે જન્મ (1939)
* ટેલીફોનની શોધ કરનાર એલેકઝાન્ડર ગ્રેહામ બેલનો યુકેમાં જન્મ (1847)
* પદ્મશ્રી અને નેશનલ ફિલ્મ એવોર્ડ દ્વારા સન્માનિત બોલિવૂડના લોકપ્રિય ગાયક અને સંગીતકાર શંકર મહાદેવનનો જન્મ (1967)
તે બોલિવૂડ ફિલ્મોમાં શંકર એહસાન લોય નામથી બનાવેલ ત્રણ સંગીતકારોની જોડી પૈકીના એક છે
* બોલિવૂડ ફિલ્મોના અભિનેત્રી શ્રધ્ધા કપૂરનો મુંબઈ ખાતે જન્મ (1987)
તેમની લોકપ્રિય ફિલ્મોમાં છીછોરે, આશિકી ૨, બાગી, એબીસીડી ૨, શાહો, સ્ત્રી વગેરે છે
તેના પિતા શક્તિ કપૂર અને માસી પદ્મીની કોલ્હાપુરી લોકપ્રિય એક્ટર છે
* લોકસભાના અધ્યક્ષ (1998-2002) રહેલ વકીલ જીએમસી બાલયોગીનું અવસાન (2002)
* પૂર્વ કેન્દ્રીય મંત્રી ક્રિષ્ના તીરથનો દિલ્હી ખાતે જન્મ (1955)
* પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી સન્માનિત ક્લાસિકલ સંગીતકાર ગુલામ મુસ્તફા ખાનનો ઉત્તર પ્રદેશમાં જન્મ (1931)
* ટીવીના કોમેડિયન અભિનેતા જસપાલ ભટ્ટીનો અમૃતસર ખાતે જન્મ (1955)
* કર્ણાટક રાજ્યમાં જન્મેલ અને હિન્દી ફિલ્મોના અભિનેત્રી અમીરબાઈ કર્ણાટકીનું અવસાન (1965)
બોલિવૂડ ફિલ્મો પૈકી પ્રથમ સૌથી સફળ ફિલ્મ 'કિસ્મત' (1943) માટે તેમણે ગાયેલ ગીતો સાથે તેમને પ્રથમ સફળતા મળી હતી
તેઓ કન્નડ ઉપરાંત ગુજરાતી ભાષાના પણ જાણકાર હતા
તેમનું ગાયેલ ભજન વૈષ્ણવ જન તો... ગાંધીજીને ખૂબ પસંદ હતું
તેમણે ગાયેલ કવ્વાલી પણ ખૂબ લોકપ્રિય થઈ હતી
* લગભગ 49 વર્ષ શાસન કરનાર મુગલ બાદશાહ ઔરંગઝેબનું અવસાન (1618)
* બોલિવૂડ ફિલ્મોના ગાયક અને સંગીતકાર પ્રતિક કુહડનો જયપુર ખાતે જન્મ (1990)
* દક્ષિણ ભારતની પ્રાદેશિક ભાષાની ફિલ્મોના અભિનેત્રી અરુંધતીનો બેંગલુરુ ખાતે જન્મ (1994)
* ડેનમાર્ક ની ક્રિકેટ ટીમના ખેલાડી તરનજીત ભારજનો દિલ્હી ખાતે જન્મ (1993)
* વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ડે *
* વિશ્ચ બહેરાશ દિવસ (હિયરીંગ ડે) *
* નેશનલ ડિફેન્સ ડે *
* પ્રથમ વખત પ્રસિદ્ધ અંગ્રેજી 'ટાઈમ' મેગેઝીન પબ્લીશ થયુ (1923)