AnandToday
AnandToday
Wednesday, 01 Mar 2023 18:30 pm
AnandToday

AnandToday

બાવીસ ગામ વિદ્યાલયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્તે વિજ્ઞાન મેળો યોજાયો

ધો.૬ થી ૯ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો ,વિવિધ ૪૫ જેટલા પ્રોજેક્ટ  પ્રદર્શિત કરાયા

ગણિતને સરળ બનાવવાનો પ્રોજેક્ટ  રજૂ કરાયો

આણંદ 
વલ્લભ વિદ્યાનગર સ્થિત બાવીસ ગામ વિદ્યાલય ખાતે મંગળવારે  રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.બાવીસ ગામ વિદ્યાલયના આચાર્યા મીરા મેડમના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીમાં શાળાના ધો.૬ થી ૯ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ  વિવિધ ૪૫ જેટલા પ્રોજેક્ટનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

  અત્રે ઉલ્લેખનીય છે કે તા.૨૮ ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ ભારતીય ભૌતિકશાસ્ત્રી સર સી. વી. રમન દ્વારા રામન અસરની શોધના ઉપલક્ષ્યમાં દર વર્ષે ૨૮ ફેબ્રુઆરીએ ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેમની આ શોધ બદલ સર સી.વી.રામનને ૧૯૩૦માં ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રિય વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા,ટેકનોલોજી,પર્યાવરણ સહિત નવા ઉપકરણો અંગે અવનવા પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓએ ગણિતને કેવી રીતે સરળ બનાવી શકાય તે અંગેનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો.વિધાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રોજેક્ટ શાળાના અન્ય વિધાર્થીઓ તેમજ વાલીઓ માટે આકર્ષણનું કેન્દ્ બન્યા હતા.
  
શાળાના શિક્ષકોએ પ્રોજેક્ટ બનાવવા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.