AnandToday
AnandToday
Wednesday, 01 Mar 2023 18:30 pm
AnandToday

AnandToday

કણભા શાળામાં વાલી સંમેલન અને વાર્ષિક વાર્ષિકોત્સવની ઉજવણી 

તેજસ્વી તારલાઓનું સન્માન અને ધોરણ-૧૦ અને ૧૨ વિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ યોજાયો    

આણંદ
આણંદ જીલ્લાના બોરસદ તાલુકાના કણભા ગામે આવેલ ઉત્તર બુનીયાદી શાળામાં ધોરણ-૧૦ અને ધોરણ- ૧૨ ના વિધાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ,વાલી સંમેલન, તેજસ્વી તારાલાઓનો સન્માન સમારોહ અને વાર્ષિક દીનની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં ગામના સરપંચ કનુભાઈ પરમાર, આંતરરાષ્ટ્રિય માનવ અધિકાર એસોસિએશન ગુજરાત રાજ્યના ડીરેક્ટર નશરૂદ્દીન રાઠોડ,બોરસદ શાળા ના પ્રિન્સીપાલ નાણેચાજી, એપીક ફાઉન્ડેશન ના પ્રમુખ મિલન વાઘેલા, ડૉ નીતાબેન પંજાબી, શ્રેષ્ઠ શિક્ષીકા ૨૦૨૨ થી સમ્માનિત કરવામાં આવેલ એવા રતનબેન પરમાર તેમજ આસપાસની શાળાઓના પ્રિન્સીપાલ શ્રીઓ ગામના આગેવાનો વાલીઓ અને વિદ્યાથીઓ તથા વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા.
 આ પ્રસંગે શાળાના બાળકો તરફથી સાંસ્કૃતિક પ્રોગામો કરવામાં આવ્યા હતા. તથા વ્યસનરૂપી રાક્ષસો ઘર કરી જઈ સમાજ ને ખોખરો કરી દે છે. તેનાથી બચવા નાટક થકી સમજણ પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે આવેલ મહેમાનો એ પ્રાસંગીક પ્રવચનો કરી પરીક્ષાર્થીઓની સફળતા માટે શુભ કામનાઓ પાઠવી હતી. શાળાના પ્રિન્સીપાલશ્રી હિમંતસિંહજી પરમારે આભા૨ વિધિ કરી હતી. પ્રિન્સીપાલ હિમતસિંહજીની દેખરેખ હેઠળ શિક્ષક મેહુલ પારેખ અને સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.