AnandToday
AnandToday
Wednesday, 01 Mar 2023 18:30 pm
AnandToday

AnandToday

ડિજીટલ ઇન્ડિયાની મસમોટી વાતો માત્રને માત્ર કાગળ પર...!

આણંદની સરકારી કચેરીઓમાં  સર્વર ખોટકાતા કામગીરી ઠપ્પ થઈ, અરજદારો અટવાયા

આજે સવારના ઉઘડતી કચેરીએ જ સર્વર ડાઉન થતા અરજદારોને મુસીબતોનો સામનો કરવો પડયો.અરજદારો કંટાળી પરત જતા રહ્યાં

આણંદની સરકારી કચેરીઓમાં સર્વર ડાઉન થવાની વારંવાર ફરીયાદો સામે આવી રહી છે. જેની સીધી અસર વહીવટી કામગીરી ઉપર પડી રહી છે.

કેટલીક કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા અરજદારો સાથે અપમાનિતભર્યું વર્તન કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉગ્ર બની.

આણંદની કેટલીક સરકારી કચેરીઓમાં ચાલતી લાલિયાવાડી , કલેકટર દ્વારા સરકારી કચેરીઓની અચાનક સરપ્રાઈઝ મુલાકાત લેવામાં આવે તેવી માંગ પ્રબળ બની

કામચોર અને ગુલ્લીબાજ સરકારી બાબુઓ સામે  શિક્ષાત્મક  પગલાં ભરવાની બુલંદ માંગ ઉઠી 

આણંદ
રાજય સરકાર દ્વારા ડિજીટલ ઇન્ડિયાની મસમોટી વાતો કરવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા કંઈક ઓર છે. ડિજિટલ ઇન્ડિયાની વાતો માત્રને માત્ર કાગળ પર થતી હોવાનો અહેસાસ આજે આણંદ શહેર સહિત પંથકના લોકોને થવા પામ્યો છે .જાણવા મળ્યા મુજબ આજે ગુરૂવારના રોજ આણંદ કલેકટર કચેરી,  સહિત સરકારી કચેરીમાં  સર્વર ખોટકાઇ ગયું હતું. આજે સવારના ઉઘળતી કચેરીએ સર્વર ડાઉન થતા રેશનકાર્ડ, આધારકાર્ડ, પેઢીનામું, દસ્તાવેજ,  સહિતની કામગીરી અટકી પડી હતી. જેના લીધે અરજદારોને આમ તેમ ભટકવાનો વખત આવ્યો હતો.
આણંદ કલેકટર કચેરી ખાતે આજે સવારના 11 કલાકના સુમારે મામલતદાર કચેરીમાં રેશનકાર્ડમાં નામ કમી કે ઉમરેવા માટે તેમજ નવું રેશનકાર્ડ કઢાવવા માટે અરજદારો મોટી સંખ્યા આવ્યાં હતા. પરંતુ એક પણ અરજદારનું કામ થયું ન હતું .તેમજ અન્ય કચેરીમાં  કોઇ જ કામગીરીના થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

ખાસ કરીને વિદેશથી આવેલા લોકોને રેશનકાર્ડ કે આધારકાર્ડમાં ફેરફાર કરવા માટે સર્વર ડાઉન હોવાથી ધરમના 
ધક્કાખાવાનો વારો આવ્યો હતો.

 વધુમાં અરજદારોએ જણાવ્યું હતું કે આણંદની કલેક્ટર કચેરીમાં આ પરિસ્થિતિ એકાદ બે દિવસ પૂરતી નથી અવારનવાર આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે એટલું જ નહીં કેટલીક કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પણ અરજદારો સાથે અપમાનિત ભર્યું વર્તન કરવામાં આવે છે. જેને લઇને અરજદારોમાં ભારે રોષ જોવા મળે છે. જાણવા મળ્યા મુજબ બપોરના એક કલાક સુધી સર્વર ચાલુ થયુ ન હતું. જો કે અરજદારો કંટાળીને પરત જતા રહ્યા હતા. અને કચેરી સુમસામ ભાસતી હતી એટલું જ નહીં કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરો પણ સર્વ બંધ થતા ની સાથે જ કચેરીમાંથી ગાયબ થઈ ગયા હતા.
જાણ્યા મળ્યા મુજબ આણંદ શહેરની સરકારી કચેરીઓમાં એક મહિનામાં ચાર વખત સર્વર ગાંધીનગર ખોટકાઇ જતાં લાખો રૂપિયાની આવક ગુમાવવાનો વારો આવે છે.
ઉલ્લેખનીય છે કે આણંદની સરકારી કચેરીઓમાં સર્વર ડાઉન થવાની વારંવાર ફરીયાદો સામે આવી રહી છે. જેની સીધી અસર વહીવટી કામગીરી ઉપર પડી રહી છે.