આણંદ,
આણંદ જિલ્લામાં બિનવરસી અને માલિક વિહોણા પશુઓની વિના મૂલ્યે સારવાર માટે “૧૯૬૨” કરુણા એમ્બ્યુલન્સ સતત કાર્યરત છે
.આ કરુણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ સંસ્થામાં સંપૂર્ણૅ નિષ્ઠાથી પોતાની ફરજ નિભાવતા અને દરેક સ્થળે અબોલ પશુઓની સેવામાં સતત કાર્યરત પશુ ચિકિત્સક ડૉ.વૈભવ પ્રજાપતિ અને પાયલોટ દિલીપભાઈ મેહરાને નેશનલ સેવિયર કેસમાં સન્માનિત કરવામા આવ્યા.
ઉલ્લેખનીય છે કે નેશનલ સેવિયર કેસની સમગ્ર ભારતમાં સૌથી શ્રેષ્ઠ કેસમાં ગણના થાય છે. આ કેસ માટે પશુ ચિકિત્સક ડૉ.વૈભવ પ્રજાપતિ અને પાયલોટ દિલીપભાઈ મેહરાને ઇ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસના ચીફ ઓપરેટિંગ ઓફીસર જશવંત પ્રજાપતિ, સતિષભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ ના હસ્તે સંસ્થાના સિકંદરાબાદમાં આવેલા મુખ્યાલય ખાતે અભિનંદન પાઠવી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.