આજે 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે. ભારતના મહાન વૈજ્ઞાનિક ચંદ્રશેખર વેંકટ રમન ના સન્માન અને સ્મૃતિમાં દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે. સર ચંદ્રશેખર વેંકટ રામન દ્વારા રામન ઈફેક્ટની શોધની યાદમાં ભારતમાં 1986થી મનાવવામાં આવે છે ભૌતિક વિજ્ઞાનનો નૉબલ પુરસ્કાર અને ભારત રત્ન એવોર્ડ દ્વારા સન્માનિત ભારતના મહાન વૈજ્ઞાનિક સર ચંદ્રશેખર વેંકટ રામન નૉબલ પુરસ્કાર મેળવનાર આ પ્રથમ ભારતીય જ નહીં પણ પ્રથમ એશિયન પણ હતા
* ભારતના ડાબોડી ક્રિકેટ ખેલાડી (39 ટેસ્ટ અને 19 વન ડે રમનાર) કરસન ઘાવરીનો રાજકોટ ખાતે જન્મ (1951)
તેઓ સફળ બોલર (109+15 વિકેટ) અને નીચેના ક્રમે રમતા બેટ્સમેન (913+114 રન) પણ હતા
* ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ (26-1-1950 થી 13-5-1962) રાજેન્દ્ર પ્રસાદનું પટના ખાતે અવસાન (1963)
* 'પદ્મશ્રી'થી સન્માનિત હિન્દી ફિલ્મોના લોકપ્રિય સંગીતકાર અને ગાયક રવિન્દ્ર જૈનનો ઉત્તર પ્રદેશના અલીગઢ ખાતે જન્મ (1928)
તેમને 'રામ તેરી ગંગા મેલી' માટે શ્રેષ્ઠ સંગીતકાર તરીકે ફિલ્મફેર એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા
તેમણે 'રામાયણ' ટીવી સિરિયલ માટે પણ સંગીત આપ્યું હતું
* સ્વીડનના વડાપ્રધાન (1969-76 1982-86 ઓલોફ પાલ્મેની ગોળી મારી હત્યા કરવામાં આવી (1986)
* પદ્મ ભૂષણથી સન્માનિત હિન્દી ફિલ્મ ગીતકાર અને કવિ પંડિત નરેન્દ્ર શર્માનો ઉત્તર પ્રદેશના જહાંગીરપુર ખાતે જન્મ (1913)
તેમણે લખેલ ગીતો પૈકી 'સત્યમ શિવમ સુંદરમ્... ' ખૂબ લોકપ્રિય રહ્યું છે
* પોપ બેન્ડિક્ટ ૧૬મા એ રાજીનામું આપ્યું, જે 600 વર્ષ ના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું કે જ્યારે કોઈ પોપ એ પદ છોડ્યું હોય (2013)
* ભારતના 10મા ઉપરાષ્ટ્રપતિ (1997-2002) કૃષ્ણકાંતનો જન્મ (1927)
* મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી, લોકસભા - રાજ્ય સભાના સભ્ય રહેલા કોંગ્રેસના આગેવાન દિગ્વિજય સિંહ નો જન્મ (1947)
* હિન્દી ફિલ્મ દિગ્દર્શક જયંત દેસાઈનો સુરત ખાતે જન્મ (1909)
* જવાહરલાલ નેહરુ ના પત્ની કમલા નેહરુનું સ્વિઝરલેન્ડ ખાતે અવસાન (1936)
* કન્નડ ફિલ્મના અભિનેત્રી અને કર્ણાટક સરકારમાં મંત્રી જયમાલાનો જન્મ (1959)
તેમની દીકરી સૌદર્યા ફિલ્મ અભિનેત્રી છે
* મરાઠી ફિલ્મોમાં ખૂબ લોકપ્રિય અને હિન્દી ફિલ્મોના અભિનેત્રી વર્ષા ઉસગાંવકરનો ગોવા ખાતે જન્મ (1968)
* આસામના લોકગાયક અનિમા ચૌધરીનો જન્મ (1953)
* યુરોપના દેશોમાં તેમના પોતાના ચલણનો અંતિમ દિવસ, પછી યુરો ચલણ આવ્યું (2002)
* ગોવિંદા, નીલમ, શશી કપૂર, શત્રુઘ્ન સિંહા, અનિતા રાજ, પ્રેમ ચોપરા અને રાજકિરણ અભિનિત ફિલ્મ 'ઈલ્ઝામ' રિલીઝ થઈ (1986)
ડિરેક્શન : શિબુ મિત્રા
સંગીત : ભપ્પી લાહિરી
'ઈલ્ઝામ' ગોવિંદાની ડેબ્યુ ફિલ્મ હતી. જોકે, ગોવિંદા તે સમયે 'લવ 86' માં કામ કરતો હતો અને 'લવ 86' 14 ફેબ્રુઆરી 1986ના રોજ 'ઈલ્ઝામ' કરતાં 14 દિવસ પહેલાં રિલીઝ થઈ હતી. પણ 'ઈલ્ઝામ' પહેલાં સાઈન કરી હોવાથી તે ગોવિંદાની પહેલી ફિલ્મ તરીકે જાણીતી છે.
ગોવિંદાએ પહેલાજ નિહલાનીને કોરિયોગ્રાફર તરીકે કામ કરવા પોતાનો એક ડાન્સ કરતો વિડીઓ મોકલ્યો હતો. પહેલાજ ગોવિંદાના ડાન્સથી પ્રભાવિત થયા હતાં. પણ ગોવિંદાને કોરિયોગ્રાફર તરીકે લેવાના બદલે તેમણે ગોવિંદાને હીરો તરીકે લોન્ચ કર્યો હતો.
* અનિલ કપૂર, શ્રીદેવી, ઉર્મિલા, કાદર ખાન, પરેશ રાવલ, સઈદ જાફરી, ફરીદા જલાલ, જ્હોની લીવર અને ઉપાસના સિંહ અભિનિત ફિલ્મ 'જુદાઈ' રિલીઝ થઈ
ડિરેક્શન : રાજ કંવર
સંગીત : નદીમ શ્રવણ
'જુદાઈ' 1994ની તેલુગુ ફિલ્મ 'શુભલગ્નમ' ની રિમેક હતી
શ્રીદેવી અને અનિલ કપૂરે 'જુદાઈમાં છેલ્લી વાર સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ પછી શ્રીદેવીએ ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો
આ એકમાત્ર ફિલ્મ છે જેમાં ઉર્મિલા માતોંડકરે અનિલ કપૂર અને શ્રીદેવી સાથે કામ કર્યું હતું.
ઉપાસના સિંહ તેના મૂંગા પાત્ર ખાસ કરીને 'અબ્બા ડબ્બા જબ્બા' ડાયલોગથી ખૂબ પ્રખ્યાત થઈ હતી અને 'જુદાઈ' બાદ તેને સહાયક અભિનેત્રી અને હાસ્ય કલાકાર તરીકે ઘણી ઓફરો મળી હતી.
પરેશ રાવલનું હસમુખલાલનું પાત્ર તેના માથા પર પ્રશ્નાર્થ ચિન્હ સાથે ખૂબ પ્રખ્યાત થયું હતું.
અનિલ કપૂરે ફિલ્મ તેના પિતા અને ફિલ્મના પ્રોડ્યુસર સુરીન્દર કપૂરના કહેવા ઉપર 'જુદાઈ' સાઈન કરી હતી. અનિલને લાગતું હતું કે બે હિરોઈનની ભૂમિકાની સરખામણીમાં હીરોની ભૂમિકા નબળી છે.
'જુદાઈ' માં ઉર્મિલાના પાત્રનું નામ જાહન્વી હતું. શ્રીદેવીએ પોતાની મોટી પુત્રીનું નામ જાહન્વી આ પાત્ર ઉપરથી જ રાખ્યું હતું.