આણંદ
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ આર્કિટેકટ્સ રાષ્ટ્રીય સ્તરની સંસ્થા છે જે ૧૯૭૧ થી કાર્યરત છે જેની સાથે ૩૦૦ થી પણ વધુ આર્કિટેક્ચર કોલેજો જોડાયેલી છે આ સંસ્થા દ્વારા દર વર્ષે ફાઇનલ ઇયરના વિદ્યાર્થીઓની થીસીસ તથા તેમના અભ્યાસકાળ દરમિયાન ની કામગીરીને જોતા તેમને રાષ્ટ્રીય સ્તરે ઇનામ આપી સન્માનિત કરવામાં આવેલ છે.
વર્ષ ૨૦૨૧-૨૨ માટે એસવીઆઇટી કોલેજ ઓફ આર્કિટેક્ચર ની વિદ્યાર્થીની મહિમા પટેલની પસંદગી કરવામાં આવી છે. કોલેજ ઓફ આર્કિટેક્ચર ના આચાર્ય પ્રોફેસર શૈલેષ નાયર ના માર્ગદર્શનમાં મહિમા પટેલે "ગુજરાતમાં ઔદ્યોગિક સંકુલોના અનુકૂલનશીલ પુન ઉપયોગ" વિષય પરથી લખી હતી આ ઉપરાંત મહિમા પટેલે તેના અભ્યાસકાળ દરમિયાન રહેઠાણ, સંસ્થાકીય અને શહેરી સ્તરના વિકાસથી માંડીને અસંખ્ય પ્રોજેક્ટ પર કાર્ય કર્યું છે. પોતાની સફળતા માટે આચાર્ય પ્રોફેસર શૈલેષ નાયર અને તમામ ફેકલ્ટી મેમ્બરનો આભાર વ્યક્ત કરે છે.
એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષશ્રી રોનકભાઈ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી હાર્દિકભાઈ પટેલ, મંત્રી શ્રી ગૌરાંગભાઇ પટેલ, સહ મંત્રી શ્રી નૈતિક પટેલ, ખજાનચી શ્રી અલ્પેશ ભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી સતિષભાઈ પટેલ, શ્રી સંજયભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ પટેલ, આચાર્ય પ્રોફેસર શૈલેષ નાયર અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરિવાર તરફથી મહિમા પટેલ ને રાષ્ટ્રીય સ્તરે સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા