AnandToday
AnandToday
Thursday, 23 Feb 2023 18:30 pm
AnandToday

AnandToday

આણંદવાસીઓ આનંદો....

આણંદની જનતાને આગામી દિવસમાં અધ્યતન નવા બસ મથકની ભેટ મળશે

આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ બાપજી ના પ્રયત્નોથી આણંદમાં અધ્યતન નવુ બસ પોર્ટ બનશે . રોજના 20000 મુસાફરોને રાહત 

હાલમાં નવા બસ સ્ટેન્ડ વાળી જગ્યા પર આધુનિક સુવિધા યુક્ત બસ સ્ટેન્ડ બનાવવા ધારાસભ્ય યોગેશ પટેલ બાપજીએ વાહન વ્યવહાર મંત્રીને પત્રથી જાણ કરતા સરકાર દ્વારા તાત્કાલિક નિર્ણય લેવાયો

હાલમાં નવા બસ મથક 7000 ચોરસ મીટરમાં નવા બસ પોર્ટ ઉભું કરવામાં આવશે .

થોડા સમયમાં જ સરકારી મંજૂરીઓ તેમજ અદ્યતન ડિઝાઇન તૈયાર કરી દેવામાં આવશે અને નવા બસ સ્ટેન્ડને આરસીસી સ્ટ્રક્ચર સાથે બાંધકામ કરવામાં આવશે

આણંદ 
ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતને સેતુ સમાન જોડતા તેમજ મધ્ય ગુજરાતમાં વ્યાપારિક હબ ગણાતા આણંદ શહેરમાં એક આધુનિક બસ સ્ટેન્ડ પ્રાપ્ત થાય તે માટે આણંદ ના ધારાસભ્ય યોગેશ પટેલ બાપજીએ પત્ર દ્વારા રાજ્ય સરકારને જાણ કરતા રાજ્ય સરકારના વાહન વ્યવહાર મંત્રી તરફથી આજે મંજૂરી આપી દેવામાં આવી છે સરકારની મંજૂરી સાથે સરકારી જમીન સંપાદનથી લઈને રેવન્યુ રહે લેવામાં આવતી મંજૂરીનો માર્ગ મોકળોથઈ જવા પામ્યો છે .અગાઉના વર્ષોમાં આનંદ નગરપાલિકામાં જમીન એસટી નિગમને રૂપિયા એકના ટોકન ભાડે 99 વર્ષના ભાડા પટે ફાળવવાનો બોર્ડમાં ઠરાવ કરવામાં આવ્યો હતો એક વર્ષ અગાઉ ઠરાવને મંજૂર કરવામાં આવ્યો હતો ધારાસભ્ય યોગેશ પટેલ બાપજીએ પ્રજાની સુખાકારી અને ગામડાઓમાંથી આણંદ વિદ્યાનગર માં ભણવા આવતા વિદ્યાર્થીઓને રાહત કરી આપી છે. ધારાસભ્ય યોગેશ પટેલ બાપજી એકમાસ અગાઉ વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીને પત્ર દ્વારા નવું અદ્યતન બસ સ્ટેન્ડ મળે તે માટે ની માગણી કરી હતી જે આજે આણંદની જનતાને પ્રાપ્ત થ ઈ છે.
થોડા સમયમાં જ સરકારી મંજૂરીઓ તેમજ અદ્યતન ડિઝાઇન તૈયાર કરી દેવામાં આવશે અને નવા બસ સ્ટેન્ડને આરસીસી સ્ટ્રક્ચર સાથે બાંધકામ કરવામાં આવશે

હાલમાં અત્યારે જે સ્થિતિમાં નવું બસ મથક છે ત્યાં રોજની  ૧૫૦૦ થી વધુ એસટી બસોની અવર-જવર થાય છે .જેનો લાભ  આણંદ જિલ્લાની પ્રજાને મળે છે. રોજના 20,000 થી વધુ મુસાફરો આણંદ એસટી ડેપોમાંથી અવરજવર કરી રહ્યા છે જેની મહિનાની સંખ્યા જોવા જઈએ તો તે આંકડો 2,40,000 મુસાફરોનોથવા જાય છે.  આણંદ નું બસ મથક પ્રથમ હરોળના એસટી બસ ડેપોમાં ગણના થાય છે રોજની અંદાજિત આવક 7.50 લાખથી લઈને આઠ લાખ અને મહિનાની આવક જોવા જઈએ તો બે કરોડ ૪૦ લાખની આસપાસ ની આવક ધરાવતું  બસ મથક છે અહીંયાથી મહિનાના 5000 થી વધુ રિઝર્વેશન બુકિંગ થાય છે પાંચથી છ હજાર જેટલા વિદ્યાર્થીઓ આજુબાજુના ગામડાઓમાંથી આણંદ ભણવા આવે છે અને આણંદ ના નવા બસ મથકનો ઉપયોગ કરી રહ્યા છે સાથે સાથે રાજ્યની યોજનાઓ ગ્રામીણ કન્યા ફ્રી પાસ યોજના મુસાફર પાસ યોજના નો સંપૂર્ણ લાભ આણંદ શહેરના મુસાફરોને મળી રહ્યો છે

હાલમાં નવા બસ મથક 7000 ચોરસ મીટરમાં નવા બસ પોર્ટ ઉભું કરવામાં આવશે .અધ્યતન સુવિધા યુક્ત બસ મથકમાંકેન્ટીન, પાણીની વ્યવસ્થા, એક સાથે પ્લેટફોર્મ પર બેથી વધુ બસો પાર્ક થાય તેવું આયોજન ,વિકલાંગ મુસાફરોની વ્યવસ્થા વીલ ચેર, અધ્યતન બુકિંગ ઓફિસ, મુસાફર માટે બેઠક વ્યવસ્થા ,અધ્યતન શાઇનિંગ બોર્ડ એલીડી લાઇટ સાથે પાકું આરસીસી સ્ટ્રક્ચર મંજૂરી મળતાની સાથે એસ ટી નિગમ તૈયારીમાં લાગી ગયું છે આમ ખૂબ જ ટૂંકા ગાળામાં આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ બાપજી ની અધ્યતન બસ સ્ટેન્ડની માગણી થી વહેલી તકે શહેરની જનતાને નવા બસ સ્ટેન્ડ ની ભેટ મળશે ધારાસભ્ય યોગેશ પટેલ બાપજીએ તેમની ટીમના આણંદ શહેર સંગઠન આનંદ નગરપાલિકાના કાઉન્સિલરો નો સહકાર બદલ આભાર માન્યો છે